ગુજરાત

gujarat

ETV Bharat / city

ગંધીનગરઃ સિવિલના મહિલા તબીબ સહિત કોરોનાના નવા 27 કેસ પોઝિટિવ - ગાંધીનગરમાં કોરોના

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રવિવારે કોરોનાના વધુ 7 કેસ સામે આવ્યા છે. જેમાં ડૉક્ટર, શાકભાજીનો વેપાર કરતી મહિલા અને ગૃહિણીઓ સામેલ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકામાં 11, કલોલમાં 7 અને માણસામાં 2 કેસ સામે આવ્યા છે.

ETV BHARAT
સિવિલના મહિલા તબીબ સહિત કોરોનાના નવા 27 કેસ પોઝિટિવ

By

Published : Aug 10, 2020, 1:37 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રવિવારે કોરોનાના વધુ 7 કેસ સામે આવ્યા છે. જેમાં ડૉક્ટર, શાકભાજીનો વેપાર કરતી મહિલા અને ગૃહિણીઓ સામેલ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકામાં 11, કલોલમાં 7 અને માણસામાં 2 કેસ સામે આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર-7માં રહેતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય યુવતી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે સેક્ટર-7માં અન્ય એક 62 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-12માં 70 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-5માં 62 વર્ષીય વૃદ્ધ અને 51 વર્ષીય આધેડ, સેક્ટર 21માં નિવૃત્ત જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-25 GIDCમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા 60 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી શહેરી વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 568 થઇ છે.

આ ઉપરાંત ગાંધીનગર તાલુકામાં 11 કેસ સામે આવ્યા છે. કુડાસણમાં 33, 39 અને 52 વર્ષના પુરુષ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ રાધેશ્યામમાં 42 વર્ષનો પુરુષ અને ઝુંડાલમાં 60 વર્ષની મહિલા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે, જ્યારે પેથાપુરમાં એક સાથે નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં 52 વર્ષની મહિલા અને 27, 57 તથા 61 વર્ષના પુરુષ સામેલ છે. આ ઉપરાંત ઈસનપુર મોટામાં 41 વર્ષના પુરુષ અને રાંધેજામાં 51 વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.

કલોલ અર્બન 2માં રવિવારે નવા 7 કેસ સામે આવ્યા સામે આવ્યા છે. જેમાં 27, 30, 40 અને 51 વર્ષની મહિલા અને 31, 35 અને 39 વર્ષીય પુરુષ સામેલ છે. આ ઉપરાંત માણસામાં રવિવારે કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે. જેમાં ઇન્દ્રપુરામાં 42 વર્ષીય પુરુષ અને લોદરામાં 20 વર્ષીય યુવક સંક્રમિત થયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,212 થઇ છે.

ABOUT THE AUTHOR

...view details