- 5 દિવસ બાદ છઠ્ઠા દિવસે શરૂ કરવામાં આવ્યું વેક્સિનેશન
- ગાંધીનગરના 15 સેન્ટર પર આપવામાં આવી રહી છે વેક્સિન
- રજિસ્ટ્રેશન કરવામાં ધાંધિયા હોવાથી પાંખી હાજરી વચ્ચે વેક્સિનેશન
- યુવાનોએ વેક્સિનની ધીમી કામગીરીને લઈને રોષ ઠાલવ્યો
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગુરૂવારથી ફરી વેક્સિનેશનની કામગીરી જુદા જુદા 15 જેટલા સેન્ટર પરથી શરૂ કરવામાં આવી છે, જેમાં એક જ સેન્ટર પર 100થી વધુ લોકોને જ વેક્સિન મળશે. તેમાં 18થી વધુ વર્ષની ઉંમરના લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, પરંતુ આ રજિસ્ટ્રેશનમાં પણ હજી ધાંધિયા છે, જેના કારણે વેક્સિન લેવા આવેલા કેટલાક લોકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. જેમને વેક્સિનની ધીમી અને નબળી કામગીરીને થઈ રહી છે તેવું જણાવ્યું હતું. જોકે, ખાસ કરીને રજિસ્ટ્રેશનમાં અને શિડ્યુલ ન મળવાના કારણે ઘણી સમસ્યા સર્જાઈ રહી છે.
આ પણ વાંચો-સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી
ગાંધીનગરમાં સેન્ટર વધુ પરંતુ વેક્સિનનો જથ્થો બહુ ઓછો, 18 વર્ષથી ઉપરના માટે 10 સેન્ટરો શરૂ
ગાંધીનગરમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે 10 સેન્ટરો શરૂ છે. સેન્ટરો તો વધુ છે, પરંતુ વેક્સિન જ બહુ ઓછી છે, જેની સામે વેક્સિન લેનારની સંખ્યા વધુ છે. એક જ દિવસમાં 100 જેટલા લોકોને વેક્સિન આપવાનું સેન્ટર પરથી નક્કી કરાયું હતું ત્યારે સેક્ટર- 21ના સેન્ટર પરથી વાત કરતા જાણવા મળ્યું હતું કે, થોડા દિવસ શરૂઆતમાં 100 તેમજ 150 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે, પરંતુ જે યુવાનો વેક્સિન લેવા માટે આવ્યા હતા પણ વેક્સિનની ધીમી કામગીરીને લઈને યુવાનોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. યુવાનોનું કહેવું છે કે, વેક્સિનની કામગીરી બહુ જ ધીમી થઇ રહી છે. રજિસ્ટ્રેશન વારંવાર કરીએ છે, છતાં પણ નથી થતું. એક અઠવાડિયા સુધી સતત રજિસ્ટ્રેશન કર્યા બાદ માંડ-માંડ રજિસ્ટ્રેશન થાય છે. જે રજિસ્ટ્રેશન થાય છે તો શિડ્યુઅલ નથી આવતું, જેના કારણે વેક્સિન લેવી હોય તે છતાં પણ ઘણો સમય રાહ જોવી પડે છે.