- રાજ્યમાં કોરોના પર કંટ્રોલ, તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા
- 28 દર્દીઓ કોરોનાને માત આપી, એકપણ દર્દીનું મોત નહીં
- અમદાવાદમાં 03, બરોડા 04, સુરત 02 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના (Corona Update ) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મે અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 20થી ઓછા કેસ સામે આવ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 28 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક આંકડામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની (Corona Update ) યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 5 કોર્પોરેશન અને 4 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 07 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃ કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી
મમતા દિન નિમિત્તે રાજ્યમાં વેકસીન બંધ રહ્યું 3,43,187 રસીકરણ થયું
જ્યારે રાજ્યમાં આજે 3 ઓગસ્ટ ના રોજ 3,43,187 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના ( Corona Vaccination ) રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,44,19,588 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 1,85,965 નાગરિકને પ્રથમ ડોઝ અને 30,969 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે આજે 4 ઓગસ્ટના રોજ બુધવાર મમતા દિન નિમિત્તે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું.