ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમા કોરોનાના નવા 1495 કેસ નોંધાયા, 1167 ડિસ્ચાર્જ, 13 મોત - Corona Update Of Gujarat

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. 24 કલાકમાં નવા 1495 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 1,97,412 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 13 દર્દીના મોત થયા છે. આજે 1167 દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં આજે કોરોના દર્દીઓનો આંકડો 300 પાર પહોંચી ગયો છે.

રાજ્યમા કોરોનાના નવા 1495 કેસ, 13 મોત, 1167 ડિસ્ચાર્જ, કુલ 1,97,412
રાજ્યમા કોરોનાના નવા 1495 કેસ, 13 મોત, 1167 ડિસ્ચાર્જ, કુલ 1,97,412

By

Published : Nov 22, 2020, 10:52 PM IST

  • આજે રાજ્યમાં 1495 નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીના મોત થયા
  • છેલ્લા 24 કલાકમાં 1167 દર્દી કોરોના મુક્ત થયા

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 318, સુરત કોર્પોરેશન 213, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 91, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 57, મહેસાણા 60, સુરત 53, વડોદરા 39, ગાંધીનગર 37, કચ્છ 31, પાટણ 30, બનાસકાંઠા 28, જામનગર કોર્પોરેશન 25, પંચમહાલ 24, અમદાવાદ 23, ખેડા 23, સાબરકાંઠા 21, ભાવનગર કોર્પોરેશન 20, મહીસાગર 20, અમરેલી 17, સુરેન્દ્રનગર 16, આણંદ 15, અરવલ્લી 15, દાહોદ 15, જામનગર 15, જૂનાગઢ 15, મોરબી 15, ગીર સોમનાથ 14, ભરૂચ 13, જુનાગઢ કોર્પોરેશન 12, તાપી 12, નર્મદા 8, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 4, ભાવનગર 3, બોટાદ 3, છોટાઉદેપુર 3 અને પોરબંદરમાં 2 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં 93 દર્દી વેન્ટિલેટર

જ્યારે રાજ્યમાં 93 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 3859 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 47,309 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે.

અમદાવાદમાં 318 કેસ સામે આવ્યા

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 318 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 23 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 341 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details