- રાજ્યમાં કોરોનાના કુલ 1,60,722 પોઝિટિવ કેસ
- 24 કલાકમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં
- 24 કલાકમાં સૌથી ઓછો 1 કેસ ભાવનગરમાં
- ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 62 કેસ નોંધાયા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી હોવાથી લોકોએ ત્રણ પદ્ધતિ એટલે કે એસએમએસનું પાલન કરવું પડશે. એસએમએસ એટલે કે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આ ત્રણનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ ઘટશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં નવા 996 કેસ નોંધાયા છે. વિગત વાર વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં 165, અમદાવાદ કોર્પોરેશન-160, રાજકોટ કોર્પોરેશન-56, સુરત-62, વડોદરા કોર્પોરેશન-70, જામનગર કોર્પોરેશન-45, મહેસાણા-32, વડોદરા-42, રાજકોટ-27, પાટણ-26 ગાંધીનગર કોર્પોરેશન-24, જામનગર-21, કચ્છ-21, અમદાવાદ-18, અમરેલી-18, બનાસકાંઠા-16, ગાંધીનગર-16, સુરેન્દ્રનગર-15, સાબરકાંઠા-14, મોરબી-13, ગીર સોમનાથ-12, જૂનાગઢ- 12, ભરૂચ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, પંચમહાલ-10 નર્મદા-9, ખેડા-8, મહિસાગર-8, નવસારી-8, આણંદ-7, દાહોદ-6, વલસાડ-6, ભાવનગર કોર્પોરેશન-5, દેવભૂમિ દ્વારકા-5, તાપી-5, બોટાદ-4, છોટાઉદેપુર-4, અરવલ્લી-3 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.