રાજ્યમાં કોરોનાના નવા 1311 પોઝિટિવ કેસ, 1414 ડિસ્ચાર્જ, 9 મોત, કુલ કેસની સંખ્યા 1,46,673 - ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 9 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 1,46,673 થઈ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. 1414 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 181, અમદાવાદ કોર્પોરેશન- 173, રાજકોટ કોર્પોરેશન- 86, સુરત- 99, વડોદરા કોર્પોરેશન- 80, જામનગર કોર્પોરેશન- 65, મહેસાણા- 53, રાજકોટ- 48, વડોદરા- 43, અમરેલી- 33, બનાસકાંઠા- 33, જામનગર- 28, ગાંધીનગર કોર્પોરેશન- 27, કચ્છ- 27, પાટણ- 25, ગાંધીનગર- 24, ભાવનગર કોર્પોરેશન- 23, ભરૂચ- 21, જૂનાગઢ- 21, પંચમહાલ- 20, સાબરકાંઠા- 20, જૂનાગઢ કોર્પોરેશન- 18, અમદાવાદ- 15, મોરબી- 15, આણંદ- 14, નર્મદા- 14, નવસારી- 13, ગીર સોમનાથ- 12, તાપી- 12, સુરેન્દ્રનગર- 10, ખેડા- 9, મહિસાગર- 9, બોટાદ- 7, દાહોદ- 7, દેવભૂમિ દ્વારકા- 7, અરવલ્લી- 5, ભાવનગર- 4, પોરબંદર- 4, છોટાઉદેપુર- 3, વલસાડ- 2 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.