ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19ના કેસની યાદી પ્રમાણે આજે શનિવારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 જેટલા દર્દીઓના મોત થયા છે.
COVID-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 પોઝિટિવ કેસ, 19 મોત, કુલ કેસ 47,476 - ગુજરાત આરોગ્ય વિભાગ
રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 960 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,061 કોરાના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે અને કુલ 19 દર્દીઓના મોત નિપજ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ
આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,127 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે હાલની પરિસ્થિતિ મુજબ 3,82,949 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 34,005 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 11,344 છે અને 75 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આજના મૃત્યુની વિગતો
- સુરત -10
- અમદાવાદ -4
- કચ્છ - 2
- બનાસકાંઠા - 1
- નવસારી - 1
- રાજકોટ - 1