ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં નવા 1280 પોઝિટિવ કેસ નોંધાયા, 1025 દર્દી ડિસ્ચાર્જ, 14ના મોત, કુલ કેસ 96435 - corona positive cases

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ આંકડો 90 હજાર વટાવી દીધો છે. 24 કલાકમાં નવા 1280 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 14 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 96,435 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1025 દર્દીઓને આજે સોમવારના રોજ રજા આપવામાં આવી હતી.

gujarat corona update
gujarat corona update

By

Published : Aug 31, 2020, 8:15 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 171, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 147, વડોદરા કોર્પોરેશન 93, સુરત 86, રાજકોટ કોર્પોરેશન 84, જામનગર કોર્પોરેશન 91, પંચમહાલ 39, વડોદરા 35, રાજકોટ 34, અમરેલી 30, મહેસાણા 29, મોરબી 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશન 26, પાટણ 25, જામનગર 23, સુરેન્દ્રનગર 21, આણંદ 20, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, કચ્છ 20, બનાસકાંઠા 18, જુનાગઢ કોર્પોરેશન 18, જુનાગઢ 17, ગાંધીનગર 16, ભાવનગર 14, ગીર સોમનાથ 14, દાહોદ 13, ખેડા 13, દેવભૂમિ દ્વારકા 12, નવસારી 12, સાબરકાંઠા 11, છોટાઉદેપુર 10, મહીસાગર 10, પોરબંદર 9, વલસાડ 6, અરવલ્લી 5, બોટાદ 5, નર્મદા 5 અને તાપીમાં 4 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
આ ઉપરાંત 79 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3022 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 31,519 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 171 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 257 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details