ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લાં કેટલાક સમયથી વધારો (Corona Update in Gujarat )થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 777 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4632 થયા(Corona Active cases in Gujarat) છે. વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 4627 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,954 મૃત્યુ નોંધાયા છે. આજે 626 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે રાજકોટ જિલ્લામાં એક મૃત્યુ નોંધાયું છે.
કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદમાં સૌથી વધુ 306 (Covid19 cases Surge in Ahmedabad) કેસ, સુરત કોર્પોરેશન 75, ગાંધીનગર કોર્પોરેશન 26, બરોડા કોર્પોરેશન 43, જામનગર કોર્પોરેશન 08,રાજકોટ કોર્પોરેશન 22, ભાવનગર કોર્પોરેશન 20 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં કોઇ કેસ નોંધાયો નથી. જિલ્લાની વિગતોમાં જોઇએ તો મહેસાણા 44,સુરત 38, પાટણ 33, ગાંધીનગર 22, કચ્છ 18, વલસાડ 13, ભાવનગર 11, સાબરકાંઠા 11, નવસારી 10, રાજકોટ 10, બરોડા 10, દ્વારકા 09, અમરેલી 07, આણંદ 07, ખેડા 06, અમદાવાદ 05, મોરબી 05, ભરુચ 03, સોમનાથ 03, પંચમહાલ 03, પોરબંદર 03, બનાસકાંઠા 02, ડાંગ 01, જૂનાગઢ 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
આ પણ વાંચોઃ Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો