ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona Update in Gujarat : અમદાવાદમાં 97 પોઝિટિવ કેસ, રાજ્યભરમાં કેટલા નોંધાયાં નવા કેસ જાણો - Corona New Cases in Ahmedabad

ગુજરાતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો (Corona in Gujarat)થયાં બાદ આજે થોજો રાહતરુપ આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 217 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1461 થયાં (Corona Active Cases ) છે અને વેન્ટિલેટર (Gujarat Corona Update) ઉપર 5 દર્દી છે. અમદાવાદ શહેરમાં (Corona New Cases in Ahmedabad) 97 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે.

Corona Update in Gujarat : અમદાવાદમાં 97 પોઝિટિવ કેસ, રાજ્યભરમાં કેટલા નોંધાયાં નવા કેસ જાણો
Corona Update in Gujarat : અમદાવાદમાં 97 પોઝિટિવ કેસ, રાજ્યભરમાં કેટલા નોંધાયાં નવા કેસ જાણો

By

Published : Jun 20, 2022, 8:53 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 217 કેટલા પોઝિટિવ કેસ સામે (Gujarat Corona Update) આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1461 (Corona Active Cases ) થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 1456 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે, આજે 130 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દી નું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચોઃ Corona Update in Gujarat : કોરોનાના નવા 234 કેસ, આજનો આંકડો જોઇ અમદાવાદીઓ ચેતો

કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદ 97, સુરત કોર્પોરેશન 35, બરોડા કોર્પોરેશન 30, સુરત ગ્રામ્ય 10, ગાંધીનગર કોર્પોરેશન 07, ભાવનગર કોર્પોરેશન 6, મહેસાણા 04, જામનગર કોર્પોરેશન 3 , નવસારી 3, અમદાવાદ ગ્રામ્ય 2, ભરૂચ 02, ગાંધીનગર ગ્રામ્ય 02, રાજકોટ ગ્રામ્ય 02, રાજકોટ કોર્પોરેશન 02, વલસાડ 02, અમરેલી, આણંદ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લામાં એક એક નવા કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Update)નોંધાયા છે.

આ પણ વાંચોઃ Corona Fourth Wave : કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ

રસીકરણની સ્થિતિ -રાજ્યમાં આજે 45,769 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણપણ બહુ જ મહત્વની (Gujarat Corona Update)ભૂમિકા ભજવી છે ત્યારે આજે 20 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 45,769 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં 21,817 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 4848 બીજા ડોઝમાં 8439 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,09,10,235 નાગરિકોનું રસીકરણ Corona vaccination in Gujaratકરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details