- અમદાવાદમાં ફરી કોરોના કેસોનો આંકડો ડબલ ડિજિટમાં
- અત્યાર સુધી 5.38 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી
- રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી 27 લોકોને રજા અપાઈ
ગાંધીનગર: દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસો (corona cases in gujarat) માં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોનાના આંકડાઓ (corona cases in ahmedabad) ચિંતાજનક આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 કોરોના કેસ સામે આવ્યા છે. ગઈકાલ કરતા આજે દોઢ ઘણા વધારે કોરોના કેસો (corona update gujarat) નોંધાયા છે, જેમાંથી 10 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઇને ફફડાટ
ગુજરાત રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે બીજી બાજુ વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટ(corona omicron variant in gujarat)નો ખતરો પણ આવ્યો છે. વિદેશથી ટ્રાવેલ કરી આવેલા લોકો (foreign travellers in gujarat) જો પોઝિટિવ આવે તો કોરોનાના આ નવા વેરિયન્ટનું સંક્રમણ વધવાની પણ શક્યતા છે. કોર્પોરેશન વિસ્તારોમાં રાત્રી કરફ્યુ (night curfew in ahmedabad) યથાવત રાખવામાં આવ્યો છે.
કોર્પોરેશન વિસ્તારોમાં કેસોની સંખ્યા વધુ
બીજી બાજુ વાયબ્રન્ટ સમિટ (vibrant gujarat summit 2022) પણ નજીક આવી રહી છે, જેમાં વિદેશથી આવતા લોકો પણ ક્યાંક ખતરો બની શકે છે. હોસ્પિટલોમાં હજુ પણ એક્ટિવ કેસો અને વેન્ટિલેટર પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 33 જિલ્લામાંથી કોર્પોરેશન વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગરમાં 7, અમદાવાદ 10, વડોદરામાં 7, સુરતમાં 5, ભાવનગરમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે, જ્યારે 6 જિલ્લામાં નવસારી 3, કચ્છ 2, આણંદ 3, વલસાડમાં 1, ગીર સોમનાથમાં 1 અને વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો.