- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 323 પોઝિટિવ કેસ
- છેલ્લા 24 કલાકમાં 1 ના મોત
- રાજ્યમાં રિકવરી 97.5 ટકા થયો
- 34,440 વ્યક્તિઓને પોતાનાની રસી અપાઇ
ગાંધીનગર : દિવાળી બાદ કોરોના ની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્ય માં હવે ફરીથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 298 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે , જ્યારે 406 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે.તો આ સાથે જ રાજ્યોનો રિકવરી રેટ 97.05 ટકા જેટલો નોંધાયો છે.
બરોડામાં રસીની આડ અસર, પણ સરકારી ચોપડે નહિવત
આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 807 કેન્દ્ર ઉપર 34,440 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,51,904 લોકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.