ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના અપડેટઃ રાજ્યમાં 24 કલાકમાં 549 કોરોના પોઝિટિવ કેસ, સૂરતમાં સતત ત્રીજા દિવસે 152 કેસ

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 549 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 26 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 28,429 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં  24 કલાકમાં રાજ્યમાંથી આજે 604 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

કોરોના
કોરોના

By

Published : Jun 23, 2020, 8:37 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 230, સૂરત મહાપાલિકા વિસ્તારમાં 152, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 38, જામનગર મહાપાલિકા વિસ્તાર 11, ભરૂચ 11 ગાંધીનગર 8, નર્મદા 6, અમદાવાદ-મહેસાણા ભાવનગર 5-5, વડોદરા, મહીસાગર, પંચમહાલ, કચ્છ, વલસાડ, નવસારી, 4-4, ગીર સોમનાથ, ભાવનગર મહાપાલિકા, સુરેન્દ્રનગર 3-3, ગાંધીનગર મહાપાલિકા વિસ્તાર, સાબરકાંઠા, આણંદ, પાટણ, બોટાદ, છોટાઉદેપુર 2-2, રાજકોટ મહાપાલિકા, રાજકોટ ગ્રામ્ય, અરવલ્લી, ખેડા, જામનગર ગ્રામ્ય, દાહોદ, અમરેલી 1-1 કેસ સામે આવ્યો છે.

કોરોના અપડેટ

અન્ય રાજ્યના 3 કેસ સામે આવ્યાં છે. જ્યારે 62 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1711 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 19,386 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. તેવા સમયે છેલ્લાં 24 કલાકમાં સૂરતમાં કોરોના બોમ્બ ફૂટયો છે. સૂરત સતત ત્રીજા દિવસે 150ની આસપાસ આંકડો સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details