ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona third wave to end : 367 પોઝિટિવ કેસ નોંધાવા સાથે 4 દર્દીના મૃત્યુ હવે અંત ભણી ત્રીજી લહેર

રાજ્યમાં કોરોના કેસ અપડેટના આંકડા સામે આવી રહ્યાં છે. જૂઓ મંગળવારે કોરોનાના નવા કેસ, મોત અને રસીકરણની વિગત (Corona third wave to end ) આ અહેવાલમાં

Corona third wave to end : 367 પોઝિટિવ કેસ નોંધાવા સાથે 4 દર્દીના મૃત્યુ હવે અંત ભણી ત્રીજી લહેર
Corona third wave to end : 367 પોઝિટિવ કેસ નોંધાવા સાથે 4 દર્દીના મૃત્યુ હવે અંત ભણી ત્રીજી લહેર

By

Published : Feb 22, 2022, 8:41 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતાં. 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો (Gujarat Corona Update) ગયા બાદ હવે છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો (Corona third wave to end )જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફેબ્રુઆરીની 22 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 કોરોના પોઝિટિવ કેસ (Covid19 Update today)નોંધાયા છે. 902 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 04 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. જેમાં બરોડામાં 02 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ (Gujarat Corona Death today ) નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન (Covid19 Update today) વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 157 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 05 બરોડા શહેરમાં 56 અને રાજકોટમાં 05 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 902 દર્દીઓએ કોરોનાને (Corona third wave to end )માત આપી છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : 24 કલાક 347 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 887 દર્દીઓ કોરોનાને માત આપી, 06 દર્દીના મૃત્યુ

આજે 1,86,089 નાગરિકોને રસીકરણ થયું

આજ રોજ 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,86,089 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે જ્યારે 18 થી 45 વર્ષથી વયના 12,199 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 55,004 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 7665 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 80,938 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 18,346 નાગરિકોને પ્રીકોશન ડોઝ (Corona Vaccination today) આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,24,75,788 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 3925

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની (Corona third wave to end )જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3925 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 36 વેન્ટિલેટર પર અને 3889 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,906 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,06,445 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.79 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ DCGI એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસી 'Corbevax' ને આપી મંજૂરી

ABOUT THE AUTHOR

...view details