ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના ટુરિઝમ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા કોરોના પોઝિટિવ - Tourism industry of Gujarat

ટુરિઝમ વિભાગના અગ્રસચિવ મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે રાજ્ય સરકારના અધિકારીઓમાં પણ કોરોના ફેલાઇ રહ્યો હોવાની સચિવાલયમાં ચર્ચાઓ ઉઠી રહી છે.

રાજ્યના ટુરિઝમ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા કોરોના પોઝિટિવ
રાજ્યના ટુરિઝમ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા કોરોના પોઝિટિવ

By

Published : Aug 13, 2020, 9:56 PM IST

ગાંધીનગર: ગુરુવારે રાજ્યના ટુરિઝમ વિભાગના અગ્રસચિવ મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે સચિવાલયમાં ધીમે ધીમે સરકારી અધિકારીઓમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારમાં ઉદ્યોગ, ટુરિઝમ સહિત નાગરિક ઉડ્ડયન વિભાગના IAS અધિકારી મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આમ સચિવાલયમાં કોરોના સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યો છે. બે દિવસ અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાની વિગતો મળી હતી.

ABOUT THE AUTHOR

...view details