ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ XEનો પગપેસારો થયો હોવાની શક્યતા (Corona New Variant in Gujarat) જોવા મળી રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલી નેશનલ લો યુનિવર્સિટીમાં (National Law University) એકસાથે 35 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. 125 જેટલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં 34 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. જોકે, આ તમામ 35 વિદ્યાર્થીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ (Genome Sequencing) જાણવા માટે મોકલવામાં આવ્યા છે.
Corona New Variant in Gujarat : નેશનલ લૉ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને કરાયા ક્વોરન્ટાઈન - કોરોનાના નવા વેરિયન્ટ XE
કોરોનાના નવા વેરિયન્ટ XEના આગમનની શક્યતા (Corona New Variant in Gujarat) છે. નેશનલ લૉ યુનિવર્સિટીના 35 વિદ્યાર્થીઓ કોરોના (Corona Update in Gujarat) પોઝિટીવ આવ્યા છે. આ વિદ્યાર્થીઓને કોરોનાનો નવા વેરિયન્ટ XE હોવાની શંકા છે.
નવો વેરિયર્સ હોવાની પ્રબળ શંકા - મળતી માહિતી મુજબ આ નવા વેરિયન્ટને XE અને કપ્પા વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નેશનલ લો યુનિવર્સિટીમાં 35 વિદ્યાર્થીઓ પોઝિટીવ (NLU Corona Positive Students Quarantine) સામે આવતા ફફડાટ ફેલાયો છે. આ વિદ્યાર્થીઓને નવો વેરિયન્ટ હોવાની પ્રબળ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. પરંતુ હાલ કેટલાક વિદ્યાર્થીઓને કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં એક કેસ નોંધાયો - ગુજરાતમાં પ્રથમ કોરોનાના XE વેરિયન્ટની વડોદરામાં (New Variant XE in Gujarat) એન્ટ્રી થઈ ચૂકી છે. મુંબઇથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. તાવના લક્ષણો જોવા મળતા ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, ઓમિક્રોનનો જ વેરિએન્ટ છે XE. ઓમિક્રોન સબ વેરિયન્ટ કરતા 10 ગણો વધારે ચેપી હોવાનું માનવામાં આવે છે. જેથી કોરોનાના XC વેરિયન્ટ એન્ટ્રી થતાં હાલ તંત્ર દોડતું થયું છે. પરંતુ નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સેમપ્લને (XE Variant Entry) લઈ શું સમાચાર સામે આવશે તે જોવું રહ્યું...