જામનગર: જામનગર શહેરના ગુલાબનગરમાં રહેતી 5 વર્ષ અને 3 મહિનાની બાળકીનું હોસ્પિટલમાં કોરોના (Corona In Jamnagar)થી મોત થયું છે. શરૂઆતમાં બાળકીમાં કોરોના (Corona In Child In Jamnagar)ના કોઇ લક્ષણો જણાયા નહોતા. બાદમાં તંત્ર દ્વારા બાળકીના નમૂના ગાંધીનગર લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત મૃતક બાળકીના પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Report In Jamnagar) આવતા તેમને હૉમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:શું કોરોના XE વેરિએન્ટ ઓમિક્રોન કરતાં કમજોર છે ? જાણો કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરનું કહેવું છે....
બાળરોગ નિષ્ણાતે શું કહ્યું-બાળકીના મોત મામલે ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલ (guru gobind singh hospital jamnagar)માં બાળરોગ નિષ્ણાત ભદ્રેશ વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, બાળકીને ન્યુમોનિયા (Pneumonia in children In Jamnagar) હતો. બાદમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકીનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ બીજા દિવસે તેનું સાંજે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:Corona In Gandhinagar: GNLU કેમ્પસ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, 35 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન
બાળકીના પિતાની તબિયત હાલમાં સ્થિર- જામનગરમાં કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave In Gujarat)માં પણ કોવિડથી પ્રથમ મોત નાના બાળકનું થયું હતું. જો કે ઘણા લાંબા સમય બાદ જામનગરની કોવિડ હોસ્પિટલ (Corona Hospital Jamnagar)માં કોરોનાથી નાની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના પિતાની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઘરે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં 5 વર્ષની નાની બાળકીનું કોરોનાથી મોત થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.