ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Corona In Gujarat) દિવસેને દિવસે વધી રહ્યું છે. ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીની 5 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,350 કોરોના પોઝિટિવ કેસનોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 50 કેસ (Omicron Cases In Gujarat) નોંધાયા છે. તો અમરેલી જિલ્લામાં 1 મૃત્યુ (Corona Death In Gujarat) પણ નોંધાયું છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 1,637 જેટલા કેસો (Corona Cases In Ahmedabad) નોંધાયા છે. સુરત શહેરમાં 630 (Corona Cases In Surat), વડોદરામાં 150 (Corona Cases In Vadodara), રાજકોટમાં 141 કેસ (Corona Cases In Rajkot) નોંધાયા છે. કુલ 236 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચો:rajkot aiims director said to: ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે