ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona In Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 654 કેસ, અમદાવાદમાં સૌથી વધુ લોકો થયા સંક્રમિત - ગુજરાતમાં રસીકરણ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 654 (Corona Cases in Gujarat) અને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron In Gujarat)ના 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના (Corona In Ahmedabad) કેસો વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં આજે 311 કેસો નોંધાયા છે.

Corona In Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 654 કેસ, અમદાવાદમાં સૌથી વધુ લોકો થયા સંક્રમિત
Corona In Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 654 કેસ, અમદાવાદમાં સૌથી વધુ લોકો થયા સંક્રમિત

By

Published : Dec 31, 2021, 9:57 PM IST

ગાંધીનગર : આખા દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસો (Corona Cases in Gujarat) સતત વધી રહ્યા છે. એટલું જ નહીં રાજ્યમાં ઓમિક્રોનના કેસો (Omicron In Gujarat) પણ વધી રહ્યા છે. 31 ડિસેમ્બરના રોજ રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તાર અને 21 જિલ્લામાંકોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654 કોરોના પોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) નોંધાયા છે.

ઓમિક્રોનના 16 કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોના ઓમિક્રોન વેરિયન્ટના 16 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન (Omicron Cases in Ahmedabad)માં 06, સુરત કોર્પોરેશન (Omicron Cases in Surat) અને આણંદ 03, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 01-01 નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 113 કેસ નવા વેરિયન્ટના થયા છે, જેમાં 54 દર્દીઓને રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના બેકાબૂ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં (Corona Cases in Ahmedabad) સૌથી વધુ 311 જેટલા કેસો નોંધાયા છે. સુરત શહેરમાં 97 (Corona Cases In Surat), વડોદરા શહેરમાં 38, રાજકોટમાં 21 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 63 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 1,88,125 નાગરીકોને વેક્સિન અપાઈ

31 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 1,88,125 નાગરિકોને વેક્સિન (Vaccination In Gujarat) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 24,561 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,14,374 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 8,94,35,345 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 2,962

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 2,962 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 17 વેન્ટિલેટર પર અને 2,945 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,118 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ (Corona Death In Gujarat) નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,652દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.43 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Students in Surat are positive: સુરતમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

આ પણ વાંચો: Omicron in Delhi : વિદેશથી આવતાં પ્રવાસીઓએ હોટલ અને કોવિડ કેર સેન્ટરમાં ક્વોરેન્ટીન રહેવું પડશે

ABOUT THE AUTHOR

...view details