ગાંધીનગર: ઓમિક્રોનના કેસો ગુજરાતમાં (omicron cases in gujarat) દિવસેને દિવસે વધી રહ્યા છે, જેની અસરના પગલે કોરોનાના કેસો (corona cases in gujarat) વધ્યા છે. રાજ્યમાં આજે 13 જિલ્લા અને 6 કોર્પોરેશનમાં કોરોનાના 70 કેસો નોંધાયા છે. રાજ્યમાં કુલ 13 જેટલા કેસો એમિક્રોનના નોંધાયા છે. આજે અમદાવાદ (omicron in ahmedabad) અને ગાંધીનગર બાદ વડોદરા (omicron in vadodara)માં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. વિદેશથી આવતા કોરોના પોઝિટિવ લોકો ચિંતાનો વિષય બની રહ્યા છે. ઓમિક્રોનનો ભય વધ્યો છે જેથી ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ આજે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 63 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 577 કેસો એક્ટિવ છે.
વડોદરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી
કોરોના કેસોનો આંકડો એવરેજ 50થી 70ની વચ્ચે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન વકરવાની શક્યતા હવે વધી ગઈ છે. વડોદરામાં પણ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનમાં રાજ્યના સૌથી વધુ કેસો (corona cases in ahmedabad) જોવા મળ્યા છે. સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ (Corona In Gujarat) સઘન રીતે હાથ ધર્યું છે. ડિસેમ્બરમાં રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિ રહી તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી કેસો ઘણા વધી શકે છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
આજે 20 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 13, સુરત કોર્પોરેશનમાં 06, જામનગરમાં 06, ગાંધીનગર કોર્પોરેશનમાં 03, વડોદરા કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 05 કેસો નોંધાયા હતા. જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.