ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ બીજી લહેર (corona second wave in gujarat) બાદ ફરી માથું ઊચક્યું છે. આજે કોરોનાના 100થી વધુ કેસો ઘણા સમય બાદ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જ 43 કોરોના પોઝિટિવ (corona cases in ahmedabad) કેસો નોંધાતા ફફડાટ પેઠો છે, જ્યારે રાજ્યમાં 111 એક્ટિવ કેસો (corona active cases in gujarat) નોંધાયા છે. 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. ઓમિક્રોનના કારણે આ કેસો વધ્યા છે. તેમાં પણ આજે વડોદરામાં એક સાથે ઓમિક્રોન(omicron cases in vadodara)ના 7 કેસો નોંધાયા છે. અત્યાર સુધી 30 જેટલા કુલ ઓમિક્રોનના કેસો રાજ્ય (omicron cases in gujarat)માં નોંધાયા છે.
આજે 111 કેસોની સામે 78 લોકો સાજા થયા
રાજ્યમાં આગામી સમયમાં ઓમિક્રોનનો ખતરો વધી શકે છે. ફરી કોરોનાએ વિશ્વ અને દેશની જેમ ગુજરાતમાં પણ (Corona In Gujarat) દસ્તક દીધી છે. કોરોના કેસો દિવસેને દિવસે વધી (gujarat corona update) રહ્યા છે. આજે 111 કેસોની સામે 78ને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસોનો આંકડો 668એ પહોંચ્યો છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસોની સાથે કોરોનાના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ કોર્પોરેશનમાં કેસો વધ્યા છે. લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી દાખવી રહ્યા છે. સરકાર દ્વારા SOP (corona guidelines gujarat) બહાર પડાઈ છે, પરંતુ તેના નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. લોકોની વધુ બેદરકારી કોરોનાના વધુ કેસોને આમંત્રણ આપી શકે છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
આજે 23 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 43, સુરત કોર્પોરેશનમાં 17, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 11, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. જામનગર અને આણંદમાં 2 દર્દીઓનું મૃત્યુ થયું છે.
આજે 2.13 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન