ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona In Gujarat: 14થી 16 જાન્યુઆરી સુધી ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગમાં રજા

15 જાન્યુઆરી શનિવારના રોજ ઈમરજન્સી સેવાઓ (Emergency Services Gujarat)ને છોડીને તમામ વિભાગના કર્મચારીઓને શનિવારની રજા આપવામાં આવી છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat), 15 જાન્યુઆરી શનિવારના રજા જાહેર કરવામાં આવી છે અને 16 જાન્યુઆરીએ રવિવાર એમ 3 દિવસ સરકારી કર્મચારીઓને રજા રહેશે.

Corona In Gujarat: 14થી 16 જાન્યુઆરી સુધી ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગમાં રજા
Corona In Gujarat: 14થી 16 જાન્યુઆરી સુધી ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગમાં રજા

By

Published : Jan 13, 2022, 10:42 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ (Corona In Gujarat) સતત વધી રહ્યું છે અને 13 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં કુલ 11,176 હજાર પોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) સામે આવ્યા છે. ફ્રન્ટલાઈનની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસમાં રાજ્યના DGP આશિષ ભાટિયા બાદ હવે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટિવ (Harsh Sanghavi Corona Positive) આવ્યા છે. બુધવારે તેઓને સામાન્ય લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો હતો, જેનું પરિણામ આજે બપોરની આસપાસ આવ્યું હતું. અત્યારે હર્ષ સંઘવી પોતાના નિવાસસ્થાને જઈ આઇસોલેટ થયા છે.

CM હાઉસ અને કમલમમાં રહ્યા હતા હાજર

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે એટલે કે સવારે તેઓ કેબિનેટ બેઠકમાં પણ હાજર રહ્યા હતા અને ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પણ મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે હાજર હતા અને સાંજે 6.30 કલાકની આસપાસ ભાજપ કમલમ (bjp headquarter Kamalam) ખાતે સી.આર.પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમાં પણ હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી થયા કોરોના સંક્રમિત

DGP આશિષ ભાટિયા પોઝિટિવ

ગુજરાત રાજ્યના પોલીસ વડા DGP આશિષ ભાટિયા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આશિષ ભાટિયાએ શરદી, ઉધરસ હોવાના કારણે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. તેઓ સામાન્ય લક્ષણ હોવાના કારણે પોતાના નિવાસસ્થાને જ કોરન્ટાઇન થયા છે. આશિષ ભાટિયા કોરોના પોઝિટિવ આવતા DGPનો ચાર્જ ADGP બિસ્ટને સોંપવામાં આવ્યો છે.

સરકાર 3 દિવસ રજા પર

ગુજરાતમાંકોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 15 જાન્યુઆરી શનિવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ (Health Department Gujarat), કોરોના વોરિયર્સ અને ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગના કર્મચારીઓને શનિવારની રજા આપવામાં આવી છે. સરકારના 50 ટકાથી વધુ વિભાગો 14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી રજા પર રહેશે.

આ પણ વાંચો:રાજ્યમાં 11,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા : આરોગ્ય પ્રધાન

ABOUT THE AUTHOR

...view details