ગાંધીનગર: ગુજરાતમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા કોરોના કેસોથી ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat)ની શંકા પ્રબળ બની છે. રાજ્યમાં કોરોના કેસો (Corona case in Gujarat) એક સાથે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજે 548 કોરોનાના કેસો રાજ્યમાં (Corona In Gujarat) નોંધાયા છે, જ્યારે તેના અડધા જેટલા 265 કેસો અમદાવાદ શહેર (Corona Cases in Ahmedabad)માં નોંધાયા છે. બીજી લહેરમાં પણ અમદાવાદ કોરોનાનું એ.પી. સેન્ટર હતું, ત્યારે ડિસેમ્બરમાં પણ કેસો સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
અમદાવાદમાં ઓમિક્રોનના 33 કેસ
અમદાવાદમાં ઓમિક્રોન (Omicron Cases In Ahmedabad)ના કારણે સંક્રમણ વધી રહ્યું છે. સૌથી વધુ ઓમિક્રોનના કેસો અમદાવાદમાં કુલ 33 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસો (Corona Active Cases In Gujarat) 1,902 નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. ત્રીજી લહેરની શરૂઆત જાણે ડિસેમ્બર મહિનાથી થઈ હોય તેવું વધતા કેસોને જોઈને લાગી રહ્યું છે. નવા વર્ષની શરૂઆત ત્રીજી લહેરથી થઈ શકે છે. જો કે બીજી લહેરનો ઘા લોકો ભૂલ્યા નથી, ત્યારે ફરી કોરોના સંક્રમણ દેશભરમાં વધ્યું છે, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ કેસો વધી રહ્યા છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
રાજ્યમાં આજે 548 કેસો સામે 65 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી સાજા થવાનો દર પણ ઘટીને 98.55 ટકા (Recovery Rate In Gujarat) પહોંચ્યો છે. ઓમિક્રોનના નવા 13 કેસો રાજ્યમાં નોંધાયા છે. આ કેસો હજુ પણ વધશે, કેમ કે કેટલાકના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. આજે 24 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 265, સુરત કોર્પોરેશનમાં 72 (Corona cases in surat), વડોદરા કોર્પોરેશનમાં 34 કેસો, રાજકોટ કોર્પોરેશનમાં 20 (Corona cases in Rajkot), ભાવનગર કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ (Corona cases in Gandhinagar) નોંધાયા છે. બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ કેસો નોંધાયા હતા.
આજે 1.94 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન