ગાંધીનગર : કોરોના કેસોનો આંકડો એવરેજ 50થી 70ની વચ્ચે જોવા મળી (Corona In Gujarat ) રહ્યો છે. ઓમિક્રોન વકરવાની શક્યતા (Omicron variant of Corona ) હવે વધી રહી છે, કેમ કે, અમદાવાદમાં (Ahmedabad Corporation) એક સમયે સૌથી વધુ કેસો જોવા મળતા હતા, તેવા કોર્પોરેશન વિસ્તારમાં ઓમિક્રોનનો પગપેસારો થઈ જતાં (first case of Omicro was reported in Ahmedabad city) આ ચિંતા વધી છે, જો કે સારી વાત એ છે કે 13 ઓમિક્રોન પોઝિટિવ દર્દીમાંથી 4 જેટલા સાજા થયા છે. રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે, જેમાં ઓમિક્રોનના કેસો ધીમી ગતિએ સામે આવી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે, તેમાં પણ ડિસેમ્બર મહિનામાં આ ખતરો વધ્યો છે. હજુ પણ 4 દર્દી સીરીયસ છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
19 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા, ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 18, સુરત કોર્પોરેશનમાં 06, જામનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 01-01, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસો તો રાજકોટ કોર્પોરેશનમાં 03 કેસો નોંધાયા હતા, જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે 87 હજારથી વધુ લોકોએ લીધી વેક્સિન