ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં કુલ 3301 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 151 થઇ છે. આ ઉપરાંત કુલ 313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ 140, સુરતમાં 16, રાજકોટ 14, વડોદરામાં 56, ગાંધીનગર 12, ભાવનગરમાં 18, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 14, આણંદમાં 14, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 3, કચ્છમાં 3, મહેસાણા 2, ખેડામાં 1, દાહોદમાં 1 સામેલ છે.
ગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં 230 નવા કેસ, કુલ કેસ 3301 - Gandhinagar News
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગયા છે. તેમજ કોરોનાથી મરનારાની સખ્યા પણ 100થી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 3301 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 151 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 313 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ આવ્યાં છે. આજે આવેલા નવા કેસોમાથી અમદાવાદમાથી 178 નવા કેસો આવ્યાં છે. રાજ્યમાં 25 એપ્રિલને સાંજના 6 વાગ્યાથી 26 એપ્રિલને સાંજના 6 વાગ્યા સુધી કુલ 230 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ, ત્યારબાદ સુરત 30, વડોદરામાં 4, આણંદમાં 8, ગાંધીનગરમાં 2, બનાસકાંઠા 1, નવસારી 1, પાટણ 1, રાજકોટમાં 4, ખેડા 1 કેસ નોંધાતા રાજ્યના 10 જિલ્લામાથી 230 કેસ નવા આવ્યા છે. કુલ 151 લોકોના મુત્યુ થયા છે. ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 3301 કેસ નોંધાયા છે. જેમાંથી 151 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 2181 કેસ અને 104 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 526 કેસ અને 15 મૃત્યુ, વડોદરામાં 234 કેસ અને 12 મૃત્યુ, ભાવનગરમાં 40 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 17 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 25 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 45 કેસ, ભરૂચમાં 29 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 49 અને 3 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1 મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 28 કેસ, પંચમહાલમાં 17 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 12 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 6 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 18 કેસ અને 1 મોત, મહીસાગરમાં 10 કેસ છે. તેમજ વલસાડમાં 5 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, નવસારીમાં 2, ડાંગમાં 1, તેમજ આજે સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.