- રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર
- કર્ફ્યુ રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી
- રેસ્ટોરન્ટ રાત્રીના 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે
- અંતિમ વિધિમાં 100 લોકોને મંજૂરી
ગાંધીનગર : રાજ્યમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુંનાં નિયમો((Changes in Corona guideline in Gujarat)) લાગુ કરાશે. રાજ્યના ગૃહ વિભાગનાં જણાવ્યા અનુસાર 8 મહાનગરો(Changes in curfew in 8 corporation) જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ પ્રથમ ડોઝફરજીયાત લિધેલો હોવો જોઇએ.
કેવા પ્રકારની કરાઈ જાહેરાત
- તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વેપારીઓ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ધંધો ચાલુ રાખી શકશે.
- સિનેમાહોલ 100 ટકા બેઠક સાથે ચાલુ રાખી શકાશે, જેમાં 75% ક્ષમતા સાથે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે કાર્યરત કરી શકાશે.
- જાહેર બાગ બગીચાઓ રાત્રીના 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.
- લગ્ન પ્રસંગમાં બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિની હાજરી સાથે છૂટ આપવામાં આવી છે અને લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
- ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં તમામ ખાનગી કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે રાખી શકાશે.
- લાઈબ્રેરી 75% ક્ષમતા સાથે કોરાનાની ગાઇડલાઇનના પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
- ખાનગી બસો અને સરકારી બસો 100 ટકાની કેપેસીટીમાં કાર્યરત થશે, જ્યારે એસી બસ 75% કેપેસિટી સાથે ચાલુ રહેશે.
- વોટરપાર્ક તથા સ્વિમિંગ પૂલ મહત્તમ 75% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
- સ્પા સેન્ટર સવારના 9થી રાત્રીના 9 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.