ગાંધીનગર:ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 184 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 991 થયા છે. વેન્ટિલેટર ઉપર એક દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 990 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,945 મૃત્યુ નોંધાયા છે, આજે 112 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું છે.
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા | ||
No. | કોર્પોરેશન | કોરોનાના કેસો |
1 | અમદાવાદ | 91 |
2 | બરોડા | 18 |
3 | સુરત કોર્પોરેશન | 16 |
4 | રાજકોટ | 10 |
5 | ગાંધીનગર | 07 |
ક્યાં ક્યાં જિલ્લામાં કેટલા કેસો -કચ્છ 04, સુરત ગ્રામ, વલસાડ 4-4 કેસ, અમદાવાદ ભરુચ, ગાંધીનગર રાજકોટ જિલ્લામાં 03-03 કેસો સામે આવ્યા છે. આણંદ, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન ખેડા મોરબી નવસારી જિલ્લામાં બે બે કેસ આવ્યા છે. જ્યારે ભાવનગર કોર્પોરેશન મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ પામ્યું છે.
આ પણ વાંચો:Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના