- રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 372એ પહોંચી
- 39 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
- આજે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નહીં
ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસો (Corona Cases In Gujarat)એ ગતિ પકડી છે. ઓમિક્રોન (omicron variant in gujarat)ના ભય વચ્ચે કોરોના કેસો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. જે કેસો નવેમ્બરમાં 20થી 30 આવતા હતા, તે ડબલ થઇ ગયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેન (corona cases in ahmedabad)માં સૌથી વધુ 25 કેસો નોંધાતા ફફડાટ પેઠો છે. 39 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસ (corona active cases in ahmedabad)ની સંખ્યા 370થી વધુ થઈ છે.
ઓમિક્રોનના કારણે રાજ્યભરમાં ચિંતા
ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકો માટે કેટલાક નિયમો કડક કર્યા (restrictions for foreigners traveling to gujarat) છે. આ વચ્ચે રાજ્યમાં કેસોની સંખ્યા પણ વધી રહી છે. જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળ્યો હતો.
અમદાબાદ સિવાય કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડિજિટમાં કેસો
હાલમાં રાજ્યમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. તો 39 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 07 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો 7 કોર્પોરેશન- અમદાવાદમાં 25, વડોદરા કોર્પોરેશનમાં 5, સુરતમાં 7, ભાવનગરમાં 6, જામનગરમાં 3 નોંધાયા હતા.