ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) ઘટાડો અને રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા છે. તો 729 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત કુલ 8 દર્દીના મૃત્યુ થયા છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ.
આ પણ વાંચો-Curfew in Gujarat : 2 વર્ષ બાદ રાજ્યમાં કર્ફ્યુનો અંત, લગ્નમાં કેપેસિટીની અમુક અંશે છુટ..!
અમદાવાદમાંમાં કોરોનાના 112 કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ અમદાવાદમાં પણ કોરોનાના કેસ (Corona Cases in Gujarat) ઘટી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 112 નવા કેસ નોંધાયા છે. તો 254 જેટલા દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 2 નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, રાજકોટમાં 11 અને બરોડામાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે.