રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ જોખમ હજી પણ યથાવત્ - રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 459 કેસ Corona Cases in Gujarat નોંધાયા છે. આ સાથે કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. તો અત્યારે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ અને રસીકરણની Corona Vaccination in Gujarat શું સ્થિતિ છે તેની પર કરીએ એક નજર.
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ જોખમ હજી પણ યથાવત્
By
Published : Aug 13, 2022, 9:21 AM IST
|
Updated : Aug 13, 2022, 10:55 AM IST
ગાંધીનગર રાજ્યમાં કોરોના કેસમાં (Corona Cases in Gujarat) હવે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 459 કેસ નોંધાયા છે. જ્યારે 922 દર્દીઓ સાજા થયા છે. તો સારી વાત એ છે કે, કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.
સક્રિય કેસ વધ્યા રાજ્યમાં અત્યારે કોરોનાના કુલ 4534 સક્રિય કેસ (Active cases of Corona in Gujarat) છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 18 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 4516 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 10987 મૃત્યુ નોંધાયા છે.
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછીરાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં (Corona Cases in Gujarat) પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (State Health Minister Rishikesh Patel) જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી છે. આમ, અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. તે ફક્ત હળવા લક્ષણવાળો જ છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
આજે 2,00,592 રસીકરણ થયુંકોરોના સામે રસીકરણ (Corona Vaccination in Gujarat) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે (12 ઓગસ્ટે) સમગ્ર રાજ્યમાં કુલ 2,00,592 નાગરિકોનું રસીકરણ (Corona Vaccination in Gujarat) કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝમાં 20,016, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 1,380, બીજા ડોઝમાં 758 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,95,87,356 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18થી 59 સામાન્ય નાગરિકોમાં 1,74,306 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.