- આરોગ્ય વિભાગની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને કરી જાહેરાત
- અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા: નાયબ મુખ્યપ્રધાન
- બેઠકમાં અમદાવાદ સિવિલના OPDના સમયમાં વધારો કરાયો
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગની રિવ્યુ બેઠક મળી હતી. આજે 8 મહિના બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. જેમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર તથા 8 મેડિકલ કોલેજના ડીન અને સરકારી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ, નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા મોરબીમાં કેન્દ્ર સરકારે મંજૂર કરેલી નવી મેડિકલ કોલેજ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીમાં 100 બેડની નવી મેડિકલ કોલેજને મંજૂરી
રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય વિભાગની રિવ્યુ બેઠક મળી હતી. બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી મોરબીમાં 100 બેડની નવી મેડિકલ કોલેજન અને હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીની જાણ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. હવે મોરબીમાં પણ 100 બેડની મેડિકલ હોસ્પિટલ અને કોલેજ શરૂ કરવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાનો કહેર ઘટ્યો, 84 ટકા કોરોનાના બેડ ખાલી
અમદાવાદમાં જે રીતે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી. દર્દીઓને ક્યાં દાખલ કરવા તે સરકારી તંત્ર માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, દિવાળી બાદ અમદાવાદની સ્થિતિ જે રીતે ખરાબ થઈ હતી, સાશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા 58 કલાકનો કરફ્યૂ અને ત્યારબાદ રાત્રી કરફ્યૂનું ફરજિયાત પાલન કરાવ્યા બાદ અમદાવાદમાં કોરોનાનો કહેર ઘટ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પીટલમાં 84 ટકા કોરોનાના બેડ ખાલી રહ્યા હોવાનું પણ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
રાજકોટની AIIMS મુદ્દે કરાઈ ચર્ચા