ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીએ (Corona Pandemic )ગુજરાતની પરિસ્થિતિ બદલી નાખી હતી. ત્યારે આજે ગુજરાત વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોના ને લગતા અનેક સવાલો (Question of Gujarat Congress in Gujarat Assembly) કર્યા હતાં. જેમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં જવાબો (Corona audit in Gujarat Assembly) આપવામાં આવ્યા છે .સાથે જ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય યોજનામાં પણ હજુ પણ હજાર નવ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. જ્યારે ઓક્સિજનના ચાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું લેખિતમાં સામે આવ્યું છે.
બાળ સહાય યોજનામાં હજુ 3009 અરજીઓ પેન્ડિગ - મુખ્યમંત્રી બાળ સહાય યોજના બાબતે ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ સરકારને સવાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે કે કોરોનાથી અનાથ-નિરાધાર થયેલ માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri baal seva Yojna)હેઠળ માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય તો બાળકને માસિક 4000 રૂપિયા અને માતાપિતા પૈકી કોઈ પણ એક વાલીનું અવસાન થયેલ હોય તેવા બાળકને માસિક 2000ની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ યોજના હેઠળ 27,694 અરજીઓ મળેલ છે, તે પૈકી 20,970 અરજીઓ મંજૂર અને 3665 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે ઉપરાંત 3009 અરજીઓ પડતર (Corona audit in Gujarat Assembly)છે.
હજુ 14 કોરોના વોરિયર્સના આશ્રિતોને સહાય બાકી - વિધાનસભા ગૃહની પ્રશ્નોતરીમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ 94 કોરોના વોરીયર્સને સહાય ચૂકવવામાં આવેલ છે. જ્યારે 14 કોરોના વોરીયર્સના આશ્રિત કુટુંબને 7 કરોડ રૂપિયા ચૂકવાના બાકી (Corona audit in Gujarat Assembly) છે.
કરોડો રૂપિયાની કીટ ખરીદવામાં આવી - જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટેસ્ટ કીટ માટે પ્રશ્ન કર્યા હતાં. જેમાં કોરોના ટેસ્ટ માટે વર્ષ 2020 અને 2021 માં આરટીપીઆર ટેસ્ટ માટેની 72,03,000 કીટ અને રેપીડ ટેસ્ટ માટેની 1,59,70,000 કીટ ખરીદવામાં આવી તે માટે અનુક્રમે રૂ.26,41,78,758 અને 291,45,82,000 કીટ ખરીદવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડા આક્ષેપ કર્યો હતો કે માર્ચ મહિનામાં lockdown જાહેર કર્યું તેમ છતાં પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં ટેસ્ટીંગ કીટ માટેના ઓર્ડર (Corona audit in Gujarat Assembly) આપવામાં આવ્યાં હતાં.આમ જાણવા છતાં પણ રાજ્ય સરકારે ખૂબ જ મોડા ઓર્ડર આપ્યા હોવાના આક્ષેપો પણ અમિત ચાવડાએ કર્યા છે..
આ પણ વાંચોઃ જાણો સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 તૈયાર કરનારી કંપની માલિકે શું કહ્યું?