રાજ્યમાં 20 જિલ્લામાં નવા 372 કેસ, 24 કલાકમાં 20નાં મોત, કુલ 15,944 કોરોના કેસ
કોરોનાવાયરસ 20 જિલ્લામાં નવા 372 સામે આવ્યાં છે. જેમાં સૌથી વધુ અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 372 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 20 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15,944 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી 468 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
ગાંધીનગરઃ સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 253, સૂરત 45, વડોદરામાં 34, રાજકોટ 7, ગાંધીનગર 8, મહેસાણા, છોટાઉદેપુર 7-7, કચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં એક-એક કેસ નોંધાયો છે. આજે 20 જિલ્લાઓમાં કોરોના કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 15,944 પર પહોંચ્યો છે જેમાં માત્ર અમદાવાદના જ 11597 કેસ થાય છે.