ગુજરાત

gujarat

ETV Bharat / city

તાલુકા પંચાયત ચૂંટણી અધિકારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે : સી. જે. ચાવડા

ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખને અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં ભાજપનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું. માત્ર સભાખંડમાં હોબાળો મચાવીને સમગ્ર પ્રક્રિયાને બંધ રાખનાર ચૂંટણી અધિકારી અને કલોલના પ્રાંત ઓફિસર અલ્પેશ જોશીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે. ત્યારે આવતીકાલ ગુરુવારથી કોંગ્રેસ પ્રાંત અધિકારીની કામગીરીના વિરોધમાં ધરણા કરશે તેમ ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું હતું.

તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે : સી જે ચાવડા
તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે : સી જે ચાવડા

By

Published : Sep 9, 2020, 7:14 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે આજે સ્પષ્ટ બહુમતી હતી. એક અપક્ષ સહિત 16 સભ્યો કોંગ્રેસના હતા જ્યારે ભાજપના બે અપક્ષ સહિત 11 સભ્યો હતા. પરંતુ સમગ્ર સિસ્ટમની વિરુદ્ધ જઈને ભાજપના સભ્યોએ રદ કરવામાં આવેલા 6 સભ્યોને મતદાન કરવા દેવામાં આવે તેવી માગ મૂકી હતી. સભાખંડની અંદર ખુશીઓ ઉછાળવામાં આવી હતી, માઇક તોડવામાં આવ્યાં હતાં. આ પરિસ્થિતિ વચ્ચે સામાન્ય કોવિડનું ઉદાહરણ મૂકીને ચૂંટણી અધિકારી તરીકે રહેલા કલોલના પ્રાંત ઓફિસર અલ્પેશ જોષીએ આ ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખી હતી.

તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે : સી જે ચાવડા
આ મુદ્દાને લઈને ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય ડૉક્ટર સી. જે. ચાવડા ગાંધીનગર કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. તેમને આવેદનપત્ર આપીને ચૂંટણી પ્રક્રિયાને આગળ ધપાવા માટે જણાવ્યું હતું. ચાવડાએ કહ્યું કે, 72 કલાકની અંદર આ ચૂંટણી કરવી જોઈએ. જો તેમ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. તેની સાથે તેમણે કહ્યું કે, આવતીકાલ 10 સપ્ટેમ્બરથી પોતે કોંગ્રેસના કાર્યકરો સહિત તાલુકા પંચાયતની ઓફિસમાં આવીને બેસશે. જ્યાં ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગોટાળાને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરશે. તેની સાથે જ તેના અન્ય કોંગ્રેસના કાર્યકરો કલોલમાં પ્રાંત ઓફિસની સામે ધરણા કરશે.પરંતુ અધિકારીનું આ પ્રમાણેનું વલણને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details