ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ "બોલશે ગુજરાત" અભિયાન શરૂ કરશે, ફી તથા કરવેરા માફીની કરશે માગ - બોલશે ગુજરાત

કોરોનાની મહામારીમાં ગુજરાતમાં આર્થિક રીતે માર પડ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારની આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવાની ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા બોલશે ગુજરાત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બોલશે ગુજરાત કાર્યક્રમ સોશિઅલ મીડિયા થકી 7 જૂનથી શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસ "બોલશે ગુજરાત" અભિયાન શરૂ કરશે, ફી, કરવેરા માફીની કરાશે માગ
કોંગ્રેસ "બોલશે ગુજરાત" અભિયાન શરૂ કરશે, ફી, કરવેરા માફીની કરાશે માગ

By

Published : Jun 6, 2020, 3:26 PM IST

ગાંધીનગર : બોલશે ગુજરાત કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તમામ ટેક્સ, કરવેરા, સ્કૂલ અને કોલેજની ફી માફ કરે તેવી માગ કરવામાં આવશે, સાથે જ રાજ્ય અત્યારે કોરોનાની મહામારીમાં છે ત્યારે ભાજપ અને સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની ખરીદી કરવામાં વ્યસ્ત છે. આ અભિયાન બાબતે એમ.એલ.એ. ક્વાટર્સ ખાતે અમિત ચાવડાના નિવાસસ્થાને 5 ધારાસભ્યોએ બેઠક યોજીને સત્તાવાર કાર્યક્રમ નક્કી કર્યા છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 7 જૂનથી સોશિઅલ મીડિયા થકી અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં લોકોની મુખ્ય માગણી છે કે, લાઈટ બિલ માફ કરવામાં આવે, ફિસ માફ કરવામાં આવે સાથે જ રાજ્યસભાની ચૂંટણીમાં જે રીતની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સિનિયર આગેવાનો તમામ ધારાસભ્યોને સંપર્કમાં છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અભિયાન અંતર્ગત બોલશે ગુજરાત, જાગશે ગુજરાત અને ભાગશે ભાજપનું સૂત્ર આપ્યું છે.

કોંગ્રેસ "બોલશે ગુજરાત" અભિયાન શરૂ કરશે, ફી તથા કરવેરા માફીની કરશે માગ

ABOUT THE AUTHOR

...view details