- કોંગ્રેસની પરિસ્થિતિ દયનીય - નીતિન પટેલ
- છેલ્લા 40 વર્ષમાં આવો એક પણ વિજય નથી - નીતિન પટેલ
- ભાજપનો ઐતિહાસિક વિજય થયો - નીતિન પટેલ
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેશન અને ત્યારબાદ મંગળવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે 2 માર્ચના રોજ વિધાનસભા ચોથા માળે તમામ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જ્યારે વિધાનસભામાં આવનારા દિવસોમાં કઈ રીતે કામ કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક શરૂ થાય તે પહેલા ભાજપની જીતને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે જીતની શુભેચ્છાઓ તમામ સભ્યોને આપી હતી.
આવી ચૂંટણી મેં ક્યારેય નથી જોયી : નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી હું રાજનીતિમાં છું અને તમામ પ્રકારની ચૂંટણી મેં નજીકથી જોઇ છે, એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી વિધાનસભા હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, પરંતુ આવી ચૂંટણી મેં ક્યારેય પણ જોઈ નથી. તમામ ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે અને ભાજપના ઉમેદવારનો જંગી વિજય થયો છે. ત્યારે આવી ચૂંટણી મેં ક્યારેય જોઈ નથી. મને કોંગ્રેસ પર દયા આવી રહી છે, તેમની પરિસ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ છે. જેથી વિપક્ષ નેતા તરીકે અને કોંગ્રેસના પ્રમુખે પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજીનામું આપવાની ફરજ પડી છે. જ્યારે ગુજરાતની જનતાએ સરકારના કામકાજ અને નિર્ણયોને જોઈને જ મત આપ્યા છે. જેથી ભાજપ સરકાર અને હું જનતાનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
ઇતિહાસમાં આવી સફળતા નથી મળી : જાડેજા
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં આજદિન સુધી કોઈને આવી સફળતા મળી નથી. સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સતત ગુજરાતની ચિંતા કરે છે અને તેના કારણે જ વિજય રૂપાણી અને નીતિન પટેલને નેતૃત્વ સોંપવામાં આવ્યુ છે. લોકોએ ગુજરાતની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે.
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું