- કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરે તેવા મંત્રીઓ બનાવજો
- નવા મુખ્યપ્રધાન બનતા ગુજરાતનું રાજકારણ ગરમાયું
- મંત્રીમંડળને લઈને પણ આશ્ચર્યચકિત નિર્ણય લેવાઈ શકે છે
ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તેવા મંત્રીઓ બનાવજો રબર સ્ટેમ્પ નહીં - lalit_kagathra
પ્રધાનમંડળના ફેરફારને લઈને કોંગ્રેસના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ એમ.એલ.એ ક્વાર્ટર ખાતે મીડિયા બાઇટમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રશ્નોનું નિવારણ લાવે તેવા મંત્રીઓ બનાવજો. રબર સ્ટેમ્પ મંત્રીઓ નહીં. તે પ્રકારની વાત તેમને જણાવી હતી.
ગાંધીનગર : ગાંધીનગર એમ.એલ.એ ક્વાર્ટર ખાતે ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના કેટલાક ધારાસભ્યોને એવી આશા હતી કે તેમને પણ આશ્ચર્યચકિત રીતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જોકે એમ.એલ.એ ક્વાર્ટર ખાતે હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રબર સ્ટેમ્પ મંત્રીઓની જરૂર નથી. તેમ કહી સરકાર સમક્ષ કટાક્ષ કર્યો હતો.
લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તેવા મિનિસ્ટર બનાવવામાં આવે
ગુજરાતમાં નવું મંત્રીમંડળ બની રહ્યુ છે તેને જોતા ગુજરાતના નાગરિક તરીકે અને એક જાગૃત ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને કહું છું કે, ગુજરાતમાં વહીવટ કરી શકે તેવા પ્રશ્નોની વાચા આપી શકે, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તેવા મિનિસ્ટર બનાવવા નહીં કે રબર સ્ટેમ્પ. કોંગ્રેસમાં મને પટાવાળાનું સ્થાન મળશે તો પણ હું સ્વીકારીશ પરંતુ ભાજપમાં અને મુખ્યમંત્રી બનાવે તો પણ તૈયાર નથી કેમ કે, ભાજપ ગમતું જ નથી.
નવા ચહેરાને સ્થાન આપવામાં આવી શકે છે
કેટલાક મંત્રીઓના નામ કપાવવાનાની વાતો સામે આવી રહી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે જ રિપીટ થિયરીને આધારે મંત્રીઓનું સ્થાન બરકરાર રહે તેવી પણ આશંકા છે. જેમાં આ મંત્રીઓએ લોબિંગ પણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મોટા ગજાના મંત્રઓ બદલાશે તેવું પણ સામે આવી છે. ચાર વાગ્યા પછી શપથવિધિ પણ થવાની છે જેમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. કેમકે બની શકે છે કે સંગઠન અને સત્તા સરપ્રાઈઝ મંત્રી મંડળનું એલાન કરી શકે છે.