ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી છે. દિવાળીની આસપાસ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે, ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ છેલ્લા કેટલાય સમયથી બન્યા નથી. જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ છેલ્લા કેટલાય વર્ષોથી જોબ નંબરના (Rural areas are blocked due to job numbers) કારણે ટલ્લે ચડ્યા છે. આજે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA Protest Roads not constructed) જસુ પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સચિવની ચેમ્બર સામે ધરણા પર બેસી ગયા હતા.
ધારાસભ્યની શું છે માંગધારાસભ્ય જસુ પટેલની માગણી છે કે, તેમના મત વિસ્તાર બાયડમાં(Bayad Constituency Area) 20 કરોડના રોડ રસ્તાના જોબ નંબર ફાળવવામાં આવ્યા નથી. જ્યારે ગત વર્ષના 20 કરોડ અને આ વર્ષના 10 કરોડના રોડ રસ્તાના જોબ નંબર ન ફાળવતા કામ શરૂ થઈ શકતા નથી. ચોમાસા દરમિયાન બાયડ વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ (Bayad area Roads in monsoon) સ્થિતિ છે. આ ઉપરાંત, સ્થાનિકોની માગણી આધારે ધારાસભ્યએ રોડ રસ્તા મંજૂર કરાવ્યા હતા. તેમ છતાં બે વર્ષથી રોડના જોબ નંબર ન ફાળવતા ધારાસભ્યને સચિવની ઓફીસ સામે ધરણા પર બેસવાની ફરજ પડી હતી.
અગાઉ આરોગ્ય વિભાગની કચેરી બહાર ધરણાધારાસભ્ય જસુ પટેલ અગાઉ પણ આરોગ્ય આરોગ્ય કમિશનરની ઓફીસ (Commissioner of Diseases and Health Office ) સામે ધરણા પર બેઠા હતા. ધારાસભ્ય જસુ પટેલે તેમના વિસ્તરણ આરોગ્ય કર્મીઓની બદલી માટે રજૂઆત (Transfer of health workers plea) કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બે વર્ષથી ધારાસભ્યને ધક્કા ખવડાવ્યા હતા. અને કંટાળીને ધારાસભ્ય જસુ પટેલ આરોગ્ય કમિશનરની ઓફીસ સામે ધરણા પર બેસી ગયા હતા. જસુના વિરોધથી આરોગ્ય વિભાગે તત્કાળ મહિલા કર્મીની બદલી કરી આપી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરાઈ હતી રજુઆતરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક ધારાસભ્યોના રોડ રસ્તા રીપેરીંગ કરવા માટેના જોબ નંબર ફાળવવામાં (Job number for repairing roads) આવ્યા ન હતા ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને તાત્કાલિક ધોરણે જોબ નંબર ફાળવવાની રજૂઆત કરી હતી જ્યારે હવે રાષ્ટ્રપતિની ચૂંટણીના પણ અનેક મહિનાઓ વિધિ ચૂક્યા છે મુખ્ય પ્રધાનની સૂચના પણ છે તેમ છતાં પણ જોબ નંબર ફાળવવામાં ન આવતા આજે જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સાથે છે અને તેમના સચિવ અવંતિકા સિંઘ પણ ઓફિસે હાજર ન હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલે ઓફિસની બહાર વિરોધ કર્યો હતો.