- ગૃહમાં ટી-શર્ટ પહેરવા મુદ્દે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આકરા પાણીએ
- સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહ બહાર મોકલતા અધ્યક્ષ
- અગાઉ ગૃહમાં વસ્ત્ર પરિધાનને લઈને અધ્યક્ષ કરી ચૂક્યા છે ટકોર
ગાંધીનગર : વિધાનસભામાં સોમવારે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના કપડાને લઈને ક્લેશ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને આવતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આકરા પાણીએ થયા હતા. આ અગાઉ પણ કેટલાક ધારાસભ્યો ટી-શર્ટ પહેરીને આવતા વિધાનસભાના અધ્યક્ષ ટકોર કરી ચૂક્યા છે. ત્યારે સોમવારે ફરી કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. જે કારણે અધ્યક્ષે તેમને ગૃહમાંથી બહાર કાઢવાનો સાર્જન્ટને હુકમ કર્યો હતો. જે કારણે વિધાનસભા ગૃહનો માહોલ ગરમાયો હતો.
આ પણ વાંચો -2015થી 2020 સુધીની ગણતંત્ર પરેડમાં PM મોદીના સાફાઓએ જમાવ્યો રંગ : આવી કંઈક છે વિશેષતા
વિપક્ષ અને અધ્યક્ષના સાવાલ જવાબ
- સાર્જન્ટ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કઢાવા બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
- વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વ્યક્તિ ગમે તે કપડા પહેરે તે તેનો અધિકાર છે.
- જેના જવાબમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે, કાલે ઉઠીને તમે ગંજી પહેરીને આવો તો ગૃહમાં પ્રવેશ આપી શકાય નહીં.
- વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે, કાલે તમે એમ કહો કે, કપડા ઉતારીને આવજો, તો અમે થોડીને કપડા ઉતારીને આવવાના હતા.
આ પણ વાંચો -કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન
- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ નાની વાત છે. આપણે તેને વધુ લાંબી ખેંચવી જોઈએ નહીં. આ અગાઉ પણ અધ્યક્ષ ગૃહમાં કપડા અંગે ટકોર કરી ચૂક્યા છે. જયેશ રાદડીયાને પણ ટકોર કરી હતી. હવે અમે વિમલ ચુડાસમાને ગૃહમાંથી 3 દિવસ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પરત ખેંછીએ છીએ.
- જ્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કપડાં પહેરવાની પ્રણાલી છે. ઘરમાં અને પોતાના વિસ્તારમાં પહેંરતા હોય તેવા કપડા વિધાનસભા ગૃહમાં પહેંરવા જોઈએ નહીં.
તમામ ધારાસભ્યો માટે ડ્રેસ કોડ લાવો : વિમલ ચુડાસમા