ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહમાં કોંગી ધારાસભ્યોનું વોકઆઉટ, લમ્પી વાઈરસ અંગે સરકારને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો નો કમેન્ટ્સ - CONGRESS LEADERS WALK OUT

ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે ગૃહમાં કૉંગ્રેસે (GUJARAT ASSEMBLY MONSOON SESSION) હોબાળો કર્યો હતો. કૉંગ્રેસે પ્રશ્નોત્તરી દરમિયાન લમ્પી વાઈરસ મુદ્દે સરકારને પ્રશ્નો પૂછ્યો પણ સરકારે કંઈ જવાબ જ ન આપ્યો. આખરે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ (CONGRESS LEADERS WALK OUT) કરી દીધું હતું.

ગૃહમાં કોંગી ધારાસભ્યોનું વોકઆઉટ, લમ્પી વાઈરસ અંગે સરકારને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો નો કમેન્ટ્સ
ગૃહમાં કોંગી ધારાસભ્યોનું વોકઆઉટ, લમ્પી વાઈરસ અંગે સરકારને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો નો કમેન્ટ્સ

By

Published : Sep 22, 2022, 12:21 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભા ચોમાસા સત્રનો (GUJARAT ASSEMBLY MONSOON SESSION) આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આજે પણ કૉંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો હતો. કૉંગ્રેસે સરકારને લમ્પી વાઈરસ મુદ્દે પ્રશ્નો કર્યા હતા પણ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર જ નહતી. સરકારે કોઈ જવાબ ન આપ્યો હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ (CONGRESS LEADERS WALK OUT) કરી દીધું હતું.

સરકારે ન આપ્યો જવાબગુજરાતમાં કોરોના (Covid Cases in Gujarat) બાદ એકાએક ફાટી નીકળે. લમ્પી વાયરસને લઈને અનેક ગાયો ટપોટપ મૃત્યુ પામી રહી છે, જેને લઈ ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રનાબીજા દિવસે (GUJARAT ASSEMBLY MONSOON SESSION) ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા જવાબ ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

સરકારે સંવેદનશીલ સવાલમાં સંવેદના દર્શાવી નહતી

ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપ કૉંગ્રેસના વૉકઆઉટ બાદ ધારાસભ્ય પૂંજા વંશે (Congress MLA Poonja Vansh) જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કોરોનામાં (Covid Cases in Gujarat) નિષ્ફળ રહી છે. કોરોનામાં 3 લાખ કરતા વધુ મૃત્યુ પામ્યા છે. બીજી તરફ લમ્પી વાઈરસનો કહેર ફાટી નીકળ્યો છે. છેલ્લા મહિનાઓમાં ગાય માતામાં લમ્પી વાઈરસ આવ્યો છે. કચ્છ અને જામનગરમાંથી લમ્પી વાઈરસની શરૂઆત થઈ હતી, પરંતુ ગુજરાત સરકારે ગંભીરતાપૂર્વક પગલાં નથી લીધા. સરકાર લમ્પી વાઇરસને રોકવામાં નિષ્ફળ રહી છે. દિવસેને દિવસે વાઇરસ વધી રહ્યો છે. જૂનાગઢ અને સોમનાથ વેરાવળમાં વાઈરસ વધી રહ્યો છે. ત્યારે આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો

સરકારે સંવેદનશીલ સવાલમાં સંવેદના દર્શાવી નહતીજ્યારે કૉંગ્રેસે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પણ 4,00,000 રૂપિયાના વળતરની માગણી કરી છે. જોકે, હવે ગુજરાત સરકાર તમામ જિલ્લામાં જે પશુપાલકોની ગાય માતા મૃત્યુ પામી છે. તે લોકોને વળતર આપવું જોઈએ. રાજ્ય સરકાર આ જિલ્લા સરવે કરી વળતર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગ છે. બીજી તરફ જ્યાં રસી નથી, ડોક્ટરો નથી તે તમામની વ્યવસ્થા કરી પરિસ્થિતિને નિયંત્રણ કરવી જોઈએ છે.

પાંજરાપોળ માટે કરેલી જોગવાઈ નથી આપી કૉંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Congress MLA Geni Thakor) જણાવ્યું હતું કે આ સરકાર લમ્પી વાયરસને નાથવા માટે સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યમાં હજારો ગૌપાલકોના ઢોરોનો અવસાન થયા છે, પરંતુ આ સરકારને ઢોરોની કોઈ પડી નથી, આ સરકારે ગત વર્ષે મોટા ઉપાડે 500 કરોડની જોગવાઈ પાંજરાપોળ માટે કરી હતી. તે પણ હજી તેમને આપવામાં આવી નથી. વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોના કારણે આજે પાંજરાપોળમાં આવતી દાનની રકમમાં પણ ઘટાડો થયો છે.

આ સરકાર કરતા તો અંગ્રેજો પણ સારા હતાતેમણે ઉમેર્યું હતું કે, ગાયના નામે 26 વર્ષથી શાસન કરતી આ સરકાર સામે ગૌભક્તો સાધુ સંતો ગાયને બચાવવા ઉપવાસ ઉપર ઉતર્યા છે, પરંતુ આ સરકારના પેટનું પાણી હલતું નથી. અંગ્રેજો પણ ઉપવાસ ઉપર ઉતરતા વ્યક્તિની માગણી સ્વીકારવા લાયક હોય તો તેને સ્વીકારી તેનો ઉકેલ લાવતા હતા, પરંતુ આ સરકાર અંગ્રેજો કરતાં પણ નીચે ઉતરતી સરકાર છે. બનાસકાંઠાના અમારા ધારાસભ્ય ગૂલાબસિંહ (Congress MLA Gulabsinh Rajput) છેલ્લા 6 દિવસ ઉપરથી ઉપવાસ પર ઉતરેલા છે તેમ છતાં સરકારનો કોઈ પ્રતિનિધિ તેમની મુલાકાત લેતું નથી અને તેમના પ્રશ્નોનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવાની વાત કરતી નથી જો તેમને કંઈ પણ થઈ ગયું તો તેની જવાબદારી સરકારના શીરે રહેશે તેઓ પણ આક્ષેપ કર્યો હતો,

ABOUT THE AUTHOR

...view details