ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહમાં લમ્પી વાઈરસ અને મોંઘવારી મુદ્દે સરકારે ચર્ચા ન કરતા કૉંગ્રેસનું વોકઆઉટ

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના (Gujarat Assembly Monsoon Session ) બીજા દિવસે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ (Congress Leaders walk out) કર્યું હતું. તેમણે ગૃહમાં લમ્પી વાઈરસ અને મોંઘવારી મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યા હતા.

ગૃહમાં લમ્પી વાઈરસ અને મોંઘવારી મુદ્દે સરકારે ચર્ચા ન કરતા કૉંગ્રેસનું વોકઆઉટ
ગૃહમાં લમ્પી વાઈરસ અને મોંઘવારી મુદ્દે સરકારે ચર્ચા ન કરતા કૉંગ્રેસનું વોકઆઉટ

By

Published : Sep 22, 2022, 11:00 AM IST

Updated : Sep 22, 2022, 1:52 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે બીજો અને છેલ્લો દિવસ (Gujarat Assembly Monsoon Session) છે. ત્યારે આજે પણ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. કૉંગ્રેસે ગૃહમાં લમ્પી વાઈરસ (lumpy skin disease) અને મોંઘવારી મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યા હતા. સરકાર આ મામલે કોઈ જવાબ ન આપી રહી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. સાથે જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ (Congress Leaders walk out) કરી દીધું હતું.

ગૃહમાં લમ્પી વાઈરસ અને મોંઘવારી મુદ્દે સરકારે ચર્ચા ન કરતા કૉંગ્રેસનું વોકઆઉટ

કોરોનામાં થયા લાખોના મૃત્યુ કૉંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, ગુજરાત સરકાર કોરોનામાં નિષ્ફળ (Covid Cases in Gujarat) રહી છે. અહીં કોરોનાના કારણે 3,00,000 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ઘણા મહિનાઓમાં ગાય માતામાં લમ્પી વાઈરસ આવ્યો છે. જ્યારે કચ્છ અને જામનગરમાંથી આ વાઈરસની શરૂઆત થઈ હતી. ગુજરાત સરકાર આ મામલે ગંભીરતા પૂર્વક પગલાં નથી લઈ શકી. સરકાર લમ્પી વાઈરસને (lumpy skin disease) પણ અંકુશમાં લાવવામાં નિષ્ફળ રહી છે. દિવસેને દિવસે આ વાઈરસ વધી રહ્યો છે. સાથે જ કૉંગ્રેસે જૂનાગઢ અને સોમનાથમાં વધતા વાઈરસ અંગે પણ પ્રશ્ન પૂછ્યો હોતો.

ટૂંકી મુદતના પ્રશ્નો પણ રદ ટૂંકી મુદતનો પ્રશ્ન રદ કરવામાં આવતા કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકારે સંવેદનશીલ સવાલમાં પણ સંવેદના દર્શાવી નથી. જ્યારે કોરોનામાં મૃત્યુ પામેલા (Covid Cases in Gujarat) લોકોના પરિવારોને પણ 4,00,000 રૂપિયાની સહાયની માગણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લામાં જે પશુપાલકોની ગાય માતા મૃત્યુ પામી છે તેમને વળતર આપવું (lumpy skin disease) જોઈએ. આ માટે સરકાર સરવે કરે તેવી માગ છે. સાથે જ જ્યાં રસી નથી, ડોક્ટર્સ નથી તે તમામની વ્યવસ્થા કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવી જોઈએ.

સરકાર જવાબ આપવામાં નિષ્ફળ સરકારે ન આપ્યો જવાબ ગુજરાતમાં કોરોના બાદ એકાએક ફાટી નીકળે. લમ્પી વાયરસને લઈને અનેક ગાયો ટપોટપ મૃત્યુ પામી રહી છે, જેને લઈ ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રના બીજા દિવસે ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા જવાબ ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

ભાજપ પર આક્ષેપો ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપ કૉંગ્રેસના વૉકઆઉટ બાદ ધારાસભ્ય પૂંજા વંશે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કોરોનામાં નિષ્ફળ રહી છે. કોરોનામાં 3 લાખ કરતા વધુ મૃત્યુ પામ્યા છે. બીજી તરફ લમ્પી વાઈરસનો કહેર ફાટી નીકળ્યો છે. છેલ્લા મહિનાઓમાં ગાય માતામાં લમ્પી વાઈરસ આવ્યો છે. કચ્છ અને જામનગરમાંથી લમ્પી વાઈરસની શરૂઆત થઈ હતી, પરંતુ ગુજરાત સરકારે ગંભીરતાપૂર્વક પગલાં નથી લીધા. સરકાર લમ્પી વાઇરસને રોકવામાં નિષ્ફળ રહી છે. દિવસેને દિવસે વાઇરસ વધી રહ્યો છે. જૂનાગઢ અને સોમનાથ વેરાવળમાં વાઈરસ વધી રહ્યો છે. ત્યારે આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો

કોરોનામાં મૃતકોને સહાય મળી નથી સરકારે સંવેદનશીલ સવાલમાં સંવેદના દર્શાવી નહતી જ્યારે કૉંગ્રેસે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પણ 4,00,000 રૂપિયાના વળતરની માગણી કરી છે. જોકે, હવે ગુજરાત સરકાર તમામ જિલ્લામાં જે પશુપાલકોની ગાય માતા મૃત્યુ પામી છે. તે લોકોને વળતર આપવું જોઈએ. રાજ્ય સરકાર આ જિલ્લા સરવે કરી વળતર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગ છે. બીજી તરફ જ્યાં રસી નથી, ડોક્ટરો નથી તે તમામની વ્યવસ્થા કરી પરિસ્થિતિને નિયંત્રણ કરવી જોઈએ છે.

500 કરોડની સહાય પણ નથી મળી પાંજરાપોળ માટે કરેલી જોગવાઈ નથી આપી કૉંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જણાવ્યું હતું કે આ સરકાર લમ્પી વાયરસને નાથવા માટે સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યમાં હજારો ગૌપાલકોના ઢોરોનો અવસાન થયા છે, પરંતુ આ સરકારને ઢોરોની કોઈ પડી નથી, આ સરકારે ગત વર્ષે મોટા ઉપાડે 500 કરોડની જોગવાઈ પાંજરાપોળ માટે કરી હતી. તે પણ હજી તેમને આપવામાં આવી નથી. વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોના કારણે આજે પાંજરાપોળમાં આવતી દાનની રકમમાં પણ ઘટાડો થયો છે.

અંગ્રેજોને સારા ગણાવ્યા આ સરકાર કરતા તો અંગ્રેજો પણ સારા હતા તેમણે ઉમેર્યું હતું કે, ગાયના નામે 26 વર્ષથી શાસન કરતી આ સરકાર સામે ગૌભક્તો સાધુ સંતો ગાયને બચાવવા ઉપવાસ ઉપર ઉતર્યા છે, પરંતુ આ સરકારના પેટનું પાણી હલતું નથી. અંગ્રેજો પણ ઉપવાસ ઉપર ઉતરતા વ્યક્તિની માગણી સ્વીકારવા લાયક હોય તો તેને સ્વીકારી તેનો ઉકેલ લાવતા હતા, પરંતુ આ સરકાર અંગ્રેજો કરતાં પણ નીચે ઉતરતી સરકાર છે. બનાસકાંઠાના અમારા ધારાસભ્ય ગૂલાબસિંહ છેલ્લા 6 દિવસ ઉપરથી ઉપવાસ પર ઉતરેલા છે તેમ છતાં સરકારનો કોઈ પ્રતિનિધિ તેમની મુલાકાત લેતું નથી અને તેમના પ્રશ્નોનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવાની વાત કરતી નથી જો તેમને કંઈ પણ થઈ ગયું તો તેની જવાબદારી સરકારના શીરે રહેશે તેઓ પણ આક્ષેપ કર્યો હતો.

Last Updated : Sep 22, 2022, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details