- કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન પછી જીતુ વાઘાણીનો વળતો જબાવ
- રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢમાં ભવાઈઓ જોવા મળી
- સાથે મળીને કેમ ચાલવું તે શીખવું હોય તો કોંગ્રેસના આગેવાનોને અહીં મોકલી દો
ગાંધીનગર: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપની ગુજરાત સરકાર બદલવા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેના પ્રત્યુતરમાં પ્રવક્તા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ઉશ્કેરાયા હતા અને તેમને પણ તેમના પ્રત્યુત્તર (jitu vaghani answered to raghu sharma)માં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસની સ્થિતિ વિષે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આખી ભવાઇ મંડળી (Congress has become the whole Bhavai Mandali: Jitu Waghani ) બની ગયું છે. તેમજ સંગઠન કેવી રીતે થાય છે તે શીખવા માટે તમારા આગેવાનોને અહીં મોકલી આપો. આમ સામ-સામે નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
આઝાદી આવી ત્યારથી તરત નાતી જાતિના વેર ઝેર શરૂ કરી દીધા હતા
જીતુ વાઘણીએ કહ્યું કે, "આ પૂર્વે મુખ્યપ્રધાનના વડપણવાળી સરકારે રાજ્ય સરકારનો વિકાસ કર્યો છે. રઘુ શર્માજી જે સરકારમાંથી આવે છે તે તમામ પ્રકારના કાવાદાવાઓ, નાતી જાતિના વેર ઝેર તેમના પૂર્વજો દ્વારા, આપણી આઝાદી આવી ત્યારથી તરત શરૂ કરી દીધા હતા. હજુ પણ તેમના વંશજો અને કોંગ્રેસ દ્વારા થઇ રહ્યા છે. તેનો પાઠ રઘુ શર્મા બોલી રહ્યા છે. મારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજીને કહેવું છે કે, તમારા પૂર્વેના નેતાઓ આ રાજ્યમાં 1995થી બોલતા આવ્યા છે. છેલ્લી બધી જ પેટા ચૂંટણીને ગાંધીનગરમાં પણ બોલતા આવ્યા છે. તમને ક્યાંય રાજ્યએ ફાવવા દીધા નથી. બધા તરફથી ભાજપની સરકારને હંમેશા આશીર્વાદ મળ્યા છે. તમારું પણ ભારતીય જનતા પાર્ટી 2022માં પુન: જીત મેળવી કોંગ્રેસના કારમા પરાજય માટે હું તમને અભિનંદન એ વખતે આપીશ."