- વાવઝોડા મુદ્દે રાજનીતિ ગરમાઈ
- કોંગ્રેસે સરકારની સહાય પેકેજને લોલીપોપ કહ્યું
- સરકારમાંથી રાજ્યગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(State Home Minister Pradipsinh Jadeja)એ કર્યા આકરા પ્રહાર
- રાજ્ય મંત્રીમંડળના સભ્યો અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્ટેન્ડ ટુ રહી વહીવટીતંત્ર સાથે સંકલન : કોંગ્રેસના એક પણ નેતા કયાંય ફરકયા નહીં
ગાંધીનગર: ગુજરાતના દરિયાકિનારે 18મીના રોજ વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારે જે સહાયની જાહેરાત કરી છે. તે સહાયને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લોલીપોપ સમાન ગણાવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 500 કરોડની આર્થિક સહાયને ખેડૂતો જોડે મજાક કરી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 500 કરોડની આર્થિક સહાયની ખેડૂતો જોડે મજાક કરી હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપઃ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે કૃષિ પ્રધાન ફળદુની પત્રકાર પરિષદ
કોંગ્રેસના એક પણ નેતાઓ ક્યાંય દેખાયા નહીં હોવાના પણ આક્ષેપ કર્યા હતા
રાજ્ય સરકારના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(State Home Minister Pradipsinh Jadeja)એ કોંગ્રેસને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, જ્યારે વાવાઝોડું આવવાનું હતું. ત્યારે રાજ્ય સરકારે તમામ પ્રધાનોને જવાબદારી સોંપીને તમામ જિલ્લાઓમાં મુક્યા હતા. વાવાઝોડા બાદ પણ તેઓ જે તે જિલ્લામાં હાજર હતા. પરંતુ કોંગ્રેસના એક પણ નેતાઓ ક્યાંય દેખાયા નહીં હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
લોલીપોપ પડીકું જેવા શબ્દો વાપરીને તેમની બાલીશતા છતી કરી
રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(State Home Minister Pradipsinh Jadeja)એ તૌકતે વાવાઝોડા સંદર્ભે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)એ ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને લોલીપોપ પડીકું જેવા શબ્દો વાપરીને તેમની બાલીશતા છતી કરી છે. આવા નિવેદનજીવી નેતાઓના શબ્દોને તેમણે વખોડી કાઢયા છે. જયારથી વાવાઝોડાની સંભાવના દર્શાવાઇ ત્યારથી મુખ્યપ્રધાને સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર લાવીને 24x7 સ્ટેટ કંટ્રોલરૂમ પરથી સતત મોનીટરીંગ કરીને આગોતરું આયોજન કર્યું.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 500 કરોડની આર્થિક સહાયની ખેડૂતો જોડે મજાક કરી હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપઃ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કોરોનાના કપરાકાળ અને વાવાઝોડા સંદર્ભે માનવીના આંસુ લૂંછવાને બદલે રાજનીતિ કરી રહ્યા છે
મંત્રીમંડળના સભ્યોને જિલ્લાઓની જવાબદારી સોંપીને જિલ્લા મથકોએ મોકલી સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનના પરિણામે આપણે નુકશાન અટકાવી શકયા. આવા કોરોનાના કપરાકાળ અને વાવાઝોડા સંદર્ભે માનવીના આંસુ લૂંછવાને બદલે તેઓ રાજનીતિ કરી રહ્યા છે તે નંદનીય છે. આ સમયે તમારા એક પણ નેતા કે કાર્યકર કયાંય ફરકયા નથી.
વડાપ્રધાન મોદીએ તાત્કાલિક 1000 કરોડની સહાય જાહેર કરી
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની તીવ્રતા અને ગંભીરતાને ધ્યાને લઇને વાવાઝોડું પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાતનો પ્રવાસ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ત્વરિત રૂપિયા 1000 કરોડની સહાય જાહેર કરી છે. તૌકતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના ખેડૂતોને થયેલા પાક નુકશાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રૂપિયા 500 કરોડની સહાયના પેકેજને લોલીપોપ ગણાવીને જે નિવેદનો કર્યા છે તેની આકરી આલોચના કરી છે.
નુક્શાનીનો સર્વે એક અઠવાડિયામાં પૂર્ણ કર્યો
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તૌકતે વાવાઝોડાથી ખેતીવાડી, બાગાયતી પાકો તથા મકાનોને થયેલા નુકશાનનો સર્વે એક અઠવાડિયાના ટૂંકાગાળામાં પૂરો કરી દીધો. સાથે રિસ્ટોરેશન-પૂનર્વસન કામગીરી 24x7 ઉપાડીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવાનો પ્રયત્ન કર્યો છે.
કોંગ્રેસે ક્યારે સહાય જાહેર કરી ?
કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારવા નિકળી છે, કોંગ્રેસ પહેલા એ જવાબ આપે કે, ભૂતકાળમાં તેમના શાસનમાં અને અત્યારે જે રાજ્યમાં તેમની સરકારો છે તે રાજ્યોમાં આવી કુદરતી આપદાઓ સમયે કયારેય ઉદારત્તમ અને સંવેદનશીલ પેકેજ કે સહાય આપ્યા છે ખરા?
પ્રજાના દુ:ખમાં સહભાગી થવાને બદલે કોંગ્રેસીઓ ઘરની બહાર નિકળતા જ નથી
રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(State Home Minister Pradipsinh Jadeja)એ જણાવ્યું હતું કે, વાવાઝોડા વખતે કે અન્ય કોઇ કુદરતી આપત્તિઓ વખતે પ્રજાની પડખે રહીને બચાવ રાહત માટે કે પ્રજાના દુ:ખમાં સહભાગી થવાના બદલે કોંગ્રેસીઓ ઘરની બહાર નિકળતા જ નથી. અમે સતત નાના માણસની સંવેદના અને વેદનાને વાચા આપી છે અને પ્રજાની પડખે રહ્યા છે.
રૂપિયા 7000ની ઘરવખરી પ્રમાણે અંદાજીત રૂપિયા 46 કરોડ બે દિવસમાં સરકાર ચૂકવી આપશે
રૂપાણીની સરકારે 3.45 લાખ લોકોને રૂપિયા 11.6 કરોડ માતબર કેશડોલ તૌકતે આપત્તિથી થયેલી અસર સામે આપી છે. આ સહાય પૂરેપૂરી ચૂકવાઇ જશે. એટલું જ નહિ, 61 હજાર અસરગ્રસ્ત લોકોને પરિવાર દીઠ રૂપિયા 7000ની ઘરવખરી પ્રમાણે અંદાજીત રૂપિયા 46 કરોડ બે દિવસમાં સરકાર ચૂકવી આપશે.
તૌકતે વાવાઝોડાની અસરથી કાચા-પાકા મકાનોને આંશિક નુકશાન થયું
રાજ્યના 23 જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાની અસરથી કાચા-પાકા મકાનોને આંશિક નુકશાન થયું છે. તેવા 80 હજાર મકાનો માટે રૂપિયા 25 હજારની મકાન સહાય પેટે કુલ રૂપિયા 200 કરોડ, 15 હજારથી વધુ મકાનનો સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા મકાનો માટે રૂપિયા 95,100ની સહાય પેટે કુલ રૂપિયા 146 કરોડ અને 10 હજાર જેટલા ઝૂંપડાઓને થયેલા નુકશાનના કુલ રૂપિયા 7 કરોડ મળીને સમગ્ર રૂપિયા 350 કરોડની મદદ આ આપત્તિગ્રસ્તોને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કરવાની છે.
માછીમારોને થયેલી નુકશાનીમાં પણ સહાય રાજ્ય સરકાર કરવાની છે
વાવાઝોડાને કારણે મૃત્યુના કિસ્સામાં રૂપિયા 6 લાખ અને ઇજાગ્રસ્તો રૂપિયા 1 લાખની સહાય પણ આપવાના છે. આ ઉપરાંત માછીમારોને થયેલી નુકશાનીમાં પણ સહાય રાજ્ય સરકાર કરવાની છે.
મૂખડાં દેખો દર્પણ મેં, મહારાષ્ટ્રમાં જયાં તમારા પક્ષની સત્તામાં ભાગીદારી
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નિવેદનજીવી નેતાઓને સાફ શબ્દોમાં જણાવ્યું કે, મૂખડાં દેખો દર્પણ મેં, મહારાષ્ટ્રમાં જયાં તમારા પક્ષની સત્તામાં ભાગીદારી છે તે રાજ્યમાં તમે જે પેકેજ આપ્યું તેમાં સોપારીમાં વૃક્ષદીઠ રૂપિયા 50 અને નાળિયેરીમાં વૃક્ષદીઠ રૂપિયા 250ની સહાય જાહેર કરી હતી. પરંતુ જનઆક્રોશ થતાં આ પેકેજમાં સુધારો કરી મહારાષ્ટ્ર સરકારે માત્ર રૂપિયા 50,000 આપ્યા હતા.
આ પણ વાંચોઃતૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
મહારાષ્ટ્ર સરકારે મકાન સહાય માટે રૂપિયા 15થી 20 હજારની જાહેરાત કરી હતી
જયારે ગુજરાત સરકારે બાગાયતી પાકો માટે રૂપિયા 1 લાખ હેકટર દીઠ આપીને ખેડૂતો પ્રત્યેની સંવેદના દર્શાવી છે. એ જ રીતે, મહારાષ્ટ્ર સરકારે મકાન સહાય માટે રૂપિયા 15થી 20 હજારની જાહેરાત કરી હતી. તેની સામે ગુજરાત સરકારે રૂપિયા 95,100ની સહાય આપી છે. જ્યારે નિસર્ગ વાવાઝોડા સમયે ઉનાળું કૃષિ પાકોને એક રૂપિયાની સહાય પણ તમારી મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે આપી ન હતી. અમે ગુજરાતમાં આવા ઉનાળું કૃષિ પાકો માટે હેકટર દીઠ રૂપિયા 20 હજારની સહાય આપી છે.