ગુજરાત

gujarat

ETV Bharat / city

Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?

પાટનગર ગાંધીનગરની દાયકાઓ જૂની ઓળખ સમાન હોટેલને પીપીપી ધોરણે રીનોવેટ (Gmc Pathikasharam Hotel Renovation)કરવાનું કામ શરુ થયું છે. ત્યારે તેની ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ ((Complaint of taking GMC tender from wrong document ) થયાંની ગેરરીતિની ફરિયાદ છેક સીએમ ભૂપેન્દ્ર પટેલ (Complaint to CM Bhupendra Patel ) સુધી પહોંચી ગઇ છે.

Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?
Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?

By

Published : May 5, 2022, 9:11 PM IST

ગાંધીનગર : ગાંધીનગર શહેરની પ્રખ્યાત જગ્યા એટલે પથિકા હોટલ કે જ્યાં બહારનો કોઇ પણ વ્યક્તિ આવીને એ જ સરનામે ઉભો રહે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી હોટલમાં રીનોવેશનનું (Gmc Pathikasharam Hotel Renovation)કામકાજ ચાલે છે અને સરકારે પથિકા હોટલ ટેન્ડર પ્રક્રિયા કરીને પીપીપી ધોરણે કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ પથિકા હોટલનો જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળ્યો છે તેણે ખોટા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ જમા કરાવીને સમગ્ર ટેન્ડર (Complaint of taking GMC tender from wrong document ) લેવામાં આવ્યું હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Complaint to CM Bhupendra Patel ) કરવામાં આવી છે.

ગેરરીતિની ફરિયાદ છેક સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી ગઇ

આ પણ વાંચોઃ CM Bhupendra Patel Delhi Visit : ગુજરાતની કઈ વાતમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ખુશ થયાં?

ટેન્ડર પ્રક્રિયામાં જ ગેરરીતિ - ગાંધીનગર પથિકા હોટલમાં સમગ્ર ટેન્ડર પ્રક્રિયા થઇ છે તે ટેન્ડર પ્રક્રિયા ગેરરીતિથી કરવામાં આવી હોવાની ફરિયાદ લેખિતમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Complaint to CM Bhupendra Patel )કરવામાં આવી છે. ફરિયાદ કરનારાએ વધુમાં આક્ષેપ કર્યા હતાં કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર મેળવ્યુ છે, જ્યારે ટેન્ડરમાં ખોટા ટેક્સ રિટર્ન સર્ટિફિકેટ રજૂ કર્યા છે. આમ આવકના ખોટા દસ્તાવેજ રજૂ કરી ટેન્ડર મેળવ્યા હોવાનો આક્ષેપ સાથેની ફરિયાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર ટેન્ડર ભટોલ કન્ટ્રક્શનને (Gmc Pathikasharam Hotel Renovation) ટેન્ડર ફાળવવામાં આવ્યું છે. સાથે જ પૂર્વ લાયકાતવાળી શરતોમાં ફેરફાર કરીને ટેન્ડર (Complaint of taking GMC tender from wrong document )ફાળવવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CM Meeting in Gandhinagar : જામનગર GCTMમાં આયુષ પદ્ધતિના આદાનપ્રદાનમાં સહકાર મળશે આ દેશનો

અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી છે પથિકા હોટેલ- પથિકા હોટેલના નામથી જ ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ઓળખાય છે. જ્યારે ભૂતકાળમાં પણ પથિકા હોટેલમાં અનેક કૃત્ય થયા છે. અનેક વર્ષો પહેલા તૈયાર થયેલ પથિકા હોટેલનું હવે વિસ્તરણ કરવામાં આવ્યું છે અને નવેસરથી હોટેલ (Gmc Pathikasharam Hotel Renovation) તૈયાર થઈ રહી છે. ત્યારે પાટનગર યોજનામાં પીપીપી ધોરણે તૈયાર થઈ રહેલ હોટેલમાં હવે ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને ટેન્ડર (Complaint of taking GMC tender from wrong document )લેવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ છે ત્યારે સરકાર (Complaint to CM Bhupendra Patel ) કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details