ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાંથી જ તમામ ધારાસભ્યો અને પ્રધાનોની કાર્યાલયમાં ચા અને નાસ્તો સપ્લાય કરવામાં આવે છે. જો કે, આજે નિયમ પ્રમાણે ચીજવસ્તુઓના વજન અને તે પ્રકારની માહિતી ન આપવાથી તોલમાપ વિભાગ દ્વારા વિધાનસભાની કેન્ટીનમાં દરોડા (Gujarat Assembly Canteen Raid) પાડવામાં આવ્યા હતા. 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે સૂત્ર પરથી મળતી માહિતી પ્રમાણે છાશના ભાવ એમઆરપી કિંમત કરતાં વધુ વસુલાત કરવાથી તોલમાપ વિભાગના દરોડા પાડયા હતા.
12 નવેમ્બર 2020માં EAT RIGHTનો એવોર્ડ:ભોજનની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ફૂડ સેફ્ટી દ્વારા શુદ્ધ અને સાત્વિક સાથે સ્વચ્છતા ધરાવતા કેન્દ્રો અને કેમ્પસને એવોર્ડ આપવામાં આવતા હોય છે, ત્યારે કેન્દ્રીય ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગુજરાત વિધાનસભાની કેન્ટીનને બેસ્ટ ઈટ રાઈટ કેમ્પસ (best eat right campus award)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, 12 નવેમ્બર 2020ના દિવસે ગુજરાત વિધાનસભાની કેન્ટીનને ઈટ રાઈટ એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર દેશમાં પ્રથમ વિધાનસભા તરીકે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી