ગુજરાત

gujarat

By

Published : Nov 16, 2021, 1:07 PM IST

ETV Bharat / city

હારીજમાં તાલિબાની સજાની ઘટનામાં 35 વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ, સગીરાને સરકાર તરફથી મળશે 4થી 7 લાખની સહાય

તાજેતરમાં જ પાટણ જિલ્લાના હારીજ (harij) માં પ્રેમ કરવાની સગીરાને તાલીબાની સજા (Taliban sentence to woman) આપવામાં આવી હતી. સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જે ખરા અર્થમાં અમાનવીય અત્યાચાર (mahila atyachar) હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને જોતા રાજ્ય સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને તાત્કાલિક પગલાં ભરવા તંત્રને આદેશ કર્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ministry of Social Justice and Empowerment) તરફ 4થી 7 લાખની સહાય યુવતીને ચુકવવામાં આવશે. તેમજ એક રિપોર્ટ પણ આ ઘટના બાદ મહિલાને ન્યાય આપવાના હેતુસર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Department of Social Justice and Empowerment
Department of Social Justice and Empowerment

  • સરકાર તરફથી યુવતીને 4થી 7 લાખ રૂપિયાની સહાય અપાશે
  • ઘટનામાં સામેલ સગીરાના માતા- પિતા વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો
  • યુવતીને ભગાડી જનાર વિરુદ્ધ પોસ્કોની ફરિયાદ દાખલ કરવામાં આવી

ગાંધીનગર: પાટણ જિલ્લામાં હારીજમાં (harij) બનેલી ઘટનામા સગીરા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સગાવ્હાલા અને પરિવારજનોએ સગીરાનું મોઢું કાળું કર્યું હતું અને મુંડન (mahila atyachar) કરવામાં આવ્યું હતું. તેમજ માથા પર ગરમ સગડી મૂકી તેને વસાહતમાં ફેરવવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયો હતો.

હારીજમાં તાલિબાની સજાની ઘટનામાં 35 વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ, સગીરાને સરકાર તરફથી મળશે 4થી 7 લાખની સહાય

અત્યાર સુધીમાં 23 લોકોની અટકાયત કરાઈ

સરકાર સમક્ષ આ પ્રકારની ઘટના (mahila atyachar) સામે આવતા સરકાર એક્શનમાં આવી હતી અને જિલ્લા કલેક્ટર, SP સહિતનો કાફલો દોડતો થયો હતો. સરકારે આ બાબતે ઝડપી રિપોર્ટ તૈયાર કરી આ ઘટનામાં સામેલ લોકોને પકડવાના આદેશ આપ્યા હતા, જેમાં 23 લોકોની અટકાયત અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો: પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ, વાળ કાપ્યા અને માથે સગડી મૂકીને વસાહતમાં ફેરવી

રીપોર્ટ મુજબ 35 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

સામાજિક ન્યાય અધિકારીતા (ministry of Social Justice and Empowerment) પ્રધાન પ્રદીપ પરમારે (Pradeep Parmar) કહ્યું કે, આખી ઘટના માટે સૌ પ્રથમ જે વિપુલ નામનો છોકરો યુવતીને ભગાડી ગયો હતો. તેની સામે પોસ્કોની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજું એ કે, છોકરીના મા- બાપ અને સગાવહાલા સામે અને જે લોકો આખી ઘટનામાં સામેલ હતા, તેવા 35 લોકોની સામે (Complaint filed against 35) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 143, 323, 341, 342, 501 મુજબની એક્ટની જોગવાઈની ફરિયાદ તેની અંદર છે. આજ દિન સુધી 35માંથી 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ અમારા અધિકારીના માધ્યમથી 20,000ની આર્થિક સહાય મોકલવામાં આવશે અને કોર્ટ ચુકાદો આપે ત્યારે મહત્તમ 4 લાખથી લઈ 7 લાખ સુધીની સહાય તેમજ કોર્ટ ચુકાદો આપે તે ચુકાદાની રકમ અમારા વિભાગ તરફથી સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો: હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા, તો શારીરિક સંબંધ બાંધનાર કિશોર સામે પણ ફરીયાદ

SP અને કલેક્ટરે ખડેપગે રહી કાર્યવાહી કરી

તેમને વધુમાં કહ્યું કે, અધિકારીના રિપોર્ટમાં જે ઘટના બની તે ઘટનાની તપાસ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આખી ઘટના બની ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડવાના કારણે સૌ પ્રથમવાર એવી ઘટના છે કે, જેમાં જિલ્લાના કલેક્ટર તેમજ SP બન્ને મોડી રાત્રે જગ્યા પર પહોંચ્યા હતા અને તેમને પોલીસ સ્ટેશનમાં લોકોને પકડી લાવી ફરિયાદ દાખલ કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details