કોમ્પનસેશન સ્કીમ: દુષ્કર્મ અને એસિડ અટેક જેવા વિવિધ ગુનામાં ભોગ બનનારને કેટલું ચૂકવાય છે આર્થિક વળતર? - બાળકીઓ પર દુષ્કર્મ
રાજ્યમાં બાળકીઓ પર દુષ્કર્મ (rape on girl child)ની ઘટનાઓ સામે આવી છે. આ પ્રકારની ઘટના ખરેખર નિંદનીય છે, પરંતુ આ પ્રકારના અન્ય ગુનાખોરીનો ભોગ બનનારને આર્થિક વળતર આપવામાં આવે છે. ખાસ કરીને દુષ્કર્મના કેસોમાં 5થી 10 લાખ ગુજરાત વિકટીમ કોમ્પનસેશન સ્કીમ (victim Compensation Scheme 2019) અંતર્ગત ગુનાખોરીનો ભોગ બનનારને આર્થિક વળતર મળે છે. આ વળતર ગુજરાત સરકારની કોમ્પનસેશન સ્કીમ અંતર્ગત આપવામાં આવી રહ્યું છે.
બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે
By
Published : Nov 12, 2021, 5:56 PM IST
દુષ્કર્મ પીડિત બાળકીને 4થી 7 લાખની સહાય ચૂકવાશે
2019ની કોમ્પનસેશનની સ્કીમથી ઘણા લોકો અજાણ
દુષ્કર્મ, એસિડ અટેક જેવા ગુનાનો ભોગ બનનારને સહાય
ગાંધીનગર : ઘણા એવા લોકો છે કે જેઓ ગુનાખોરીનો ભોગ બની રહ્યા છે. જે લોકો ભોગ બન્યા છે તેમને 2019ની કોમ્પનસેશનની સ્કીમ (victim Compensation Scheme 2019) હેઠળ વળતર ચુકવવામાં આવી રહ્યું છે. જો કોઈ અજાણ હોય (what is victim Compensation Scheme) તો આ સ્કીમ વિશે જાણવું પણ જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત નુકશાની પેટે વળતરની રકમ સરકાર તરફથી ચૂકવવામાં આવી રહી છે, જેમાં ભોગ બનનારની 10થી વધુ કોમ્પનસેશન સ્કીમ અંતર્ગત નુકસાનીનું આર્થિક વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે
બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે, તાજેતરમાં જ જે રીતે ગાંધીનગર સુરત સહિતના વિવિધ શહેરોમાં બાળકી ઉપર દુષ્કર્મ (rape on girl child)ની જે ઘટનાઓ બની છે તે ખરેખર દુઃખદ ઘટના છે. જેમાં પોલીસે પણ તેમની સારી કામગીરી કરી આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા છે, પરંતુ પરિવારને સાંત્વના માટે તેમ જ મદદ મળી રહે તેને લઈને આયોગ દ્વારા કામ કરવામાં આવ્યું છે. આયોગનું કામ મોનિટરિંગ કરવાનું હોય છે. જેથી આયોગે પણ પરિવારને મદદ મળી રહે તેને લઈને કામગીરી કરી છે.
ભોગ બનનારને નુકસાન અને ઇજા
લઘુત્તમ વળતર
મહત્તમ વળતર
એસિડ અટેક ચહેરો કદરૂપો થવો
7 લાખ
8 લાખ
50 ટકા કરતા વધુ ઇજા થઇ હોય તો
5 લાખ
8 લાખ
50 ટકા કરતા ઓછી ઇજા થઈ હોય તો
3 લાખ
5 લાખ
20 ટકા કરતાં વધુ ઇજા થઇ હોય તો
3 લાખ
4 લાખ
દુષ્કર્મ
4 લાખ
7 લાખ
સામુહીક દુષ્કર્મ
5 લાખ
10 લાખ
માનવ તસ્કરીનો ભોગ બનનારનું પુનર્વસન
50 હજાર
1 લાખ
અકુદરતી જાતીય સતામણી
4 લાખ
7 લાખ
જીવન ગુમાવવું મૃત્યુ
5 લાખ
10 લાખ
હાથ પગ ગુમાવવા કે શરીરનો 80 ટકા ભાગ વિકલાંગ થવો
2 લાખ
5 લાખ
શરીરનો કોઇ ભાગ ગુમાવવો 40 ટકા અને 80 ટકાથી ઓછો કાયમી વિકલાંગ થવો
2 લાખ
4 લાખ
શરીરનો કોઇ પણ ભાગ ગુમાવવો 20 ટકાથી ઓછો કાયમી વિકલાંગ થવો
1 લાખ
2 લાખ
સતામણીને કારણે ગર્ભનો નાશ કે ગર્ભધારણ શક્તિ ગુમાવી
2 લાખ
3 લાખ
બળાત્કારને લીધે ગર્ભ રહી જાય તેવા કિસ્સામાં
3 લાખ
4 લાખ
શારીરિક ઇજા કે માનસિક ઈજામાં પુનર્વસનની જરૂર પડે તેવા કિસ્સામાં