- સરકારે ધનતેરસને દિવસે કૃષિ સહાય આપવાની શરૂઆત કરી
- પેકેજમાં ખેડૂતો માટે 571 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી
- કુલ 3 લાખ થી વધુ ખેડૂતો અરજી આવે તેવી શક્યતાઓ
ગાંધીનગર : કૃષિ સહાયની પેકેજ(Agricultural Assistance Package)ની બાબતે રાજ્યનાં કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે(Cabinet Agriculture Minister Raghavji Patel) જણાવ્યું હતું કે, ધનતેરસનાં દિવસથી જ રાજ્યનાં ખેડૂતોને સહાયની ચુકવણીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ સાત લાખ રૂપિયાની સહાયની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય અંતર્ગત ખેડૂતોને SDRF નાં ધોરણો મુજબ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 6,800 અપાશે. આ ઉપરાંત જો કોઈ પણ ખાતેદારને ઓછી સહાય પ્રાપ્ત થતી હશે તેવા ખાતેદારોને ઓછામાં ઓછી 5,000 રૂપિયાની સહાય પણ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
ખેડૂતોની ધનતેરસ સુધરી: કૃષિ સહાય પેકેજની ચુકવણીની કરાઈ શરૂઆત 11 જિલ્લાઓમાં પણ કરાશે સર્વે
જામનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિ થઇ છે ત્યારે આ ચાર જિલ્લાનાં કુલ 2.84 લાખ ખેડૂતો માંથી અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ જેટલાં ખેડૂતોએ સહાય માટેની અરજી કરી છે અને હજુ પણ આવનારાં દિવસોમાં બાકી રહી ગયેલા ખેડૂતો અરજી કરશે અને રાજ્ય સરકાર સીધાં જ ખેડૂતોનાં બેંક ખાતામાં સહાયની રકમ જમા કરશે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને ચાર જિલ્લા માટે 75 કરોડની આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બાકીનાં 11 જિલ્લાઓમાં પણ સર્વેની કામગીરી લગભગ પૂર્ણ થવાને આરે છે. આ બાબતે રાજ્યનાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ(Agriculture Minister Raghavji Patel)ની વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ બેઠકનાં અંતે બીજા સર્વેમાં બાકી રહી ગયેલાં તાલુકાનાં ખેડૂતોને પણ ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરીને સહાયની ચુકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો :ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા
આ પણ વાંચો : આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી