- બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરવામાં આવી કામગીરી
- રાજય સરકારે બાલસેવાનો આરંભ કર્યો
- આફટર કેર યોજના અંતર્ગત માસિક 6 હજાર અપાશે
ગાંધીનગર: કોરોનાકાળ (Corona Periods ) દરમિયાન માર્ચ- 2020 પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે મુખ્યમંત્રી બાલસેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લામાં કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોને આપવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડેટા કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
0 થી 18 વર્ષ સુધીના બાળકને માસિક રૂપિયા 4 હજારની સહાય
કોરોના મહામારીની બીજી લહેરમાં રાજયમાં અનેક લોકોના મોત થયા છે. કેટલાંક પરિવારોમાં માતા- પિતા મૃત્યૃ પામતાં બાળકો નિરાધાર બન્યા છે. આવા નિરાધાર બાળકોનો સહારો બનવા માટે રાજય સરકાર દ્વારા આ બાલ સેવા યોજના અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના બાળકને આ યોજના અંતર્ગત માસિક રૂપિયા 4 હજારની સહાય આપવામાં આવશે. પીએમ કેર ફંડ દ્વારા સૌ પ્રથમ આ યોજના જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી
21 વર્ષ સુધીના યુવાનોને 6 હજારની સહાય
તેમજ 18 વર્ષ પૂર્ણ થયેથી 21 વર્ષ સુધીના અનાથ પુખ્ત બાળકોને અભ્યાસ અર્થે આફટર કેર યોજના અંતર્ગત માસિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં નિરાધાર બનેલા બાળકોની જાણ કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ગાંધીનગરનો સંપર્ક કરી શકો છો. તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : ધોરણ-11ના એડમિશનને લઈને DEO દ્વારા તપાસના આદેશ