- સુરતમાં રૂ. 201.86 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ
- મુખ્યપ્રધાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કર્યું ઈ લોકાર્પણ
- આગામી સમયમાં વિવિધ પ્રોજેક્ટોને આગળ વધારાશેઃ CM
- માળખાકીય સુવિધાથી લઈ કાયદા અંગે સુધારા કર્યાઃ CM
ગાંધીનગર : સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પના સાકાર કરવા સૂરત મહાનગરપાલિકા અભિનંદન આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શહેરમાં માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કાયદાઓમાં કડક સુધારાઓ કર્યા છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે. આગામી સમયમાં મેટ્રો રેલ, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રીમ સિટી, ડાયમંડ સિટી જેવા સુરતના મહત્ત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર લેન્ડ ઓફ અપાર્ચ્યુનિટી બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ રૂપાણીએ વ્યકત કરી હતી. મુખ્યપ્રધાને લોકાર્પણ બાદ જણાવ્યું કે, છેલ્લા 4 મહિના દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યો છે. કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો રિકવરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ઘટીને 2.25 ટકા જેટલો થયો છે. કોરોના હારશે અને ગુજરાત જીતશેના સંકલ્પ સાથે સૌના સહયોગથી આગળ વધી રહ્યા છીએ.
સુરત સિંગાપોર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છેઃ સી. આર. પાટીલ